Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હવે દાદી કેમ નથી બનતો અલી અસગર? આખરે કર્યો ખુલાસો

હવે દાદી કેમ નથી બનતો અલી અસગર? આખરે કર્યો ખુલાસો

Published : 21 April, 2026 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં અલીએ પોતાના આ નિર્ણય પાછળના કારણનો ખુલાસો કરતાં કહ્યું હતું કે આની અસર મારા પારિવારિક જીવન પર પડવા માંડી હતી

અલી અસગરે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં લાંબા સમય સુધી ‘દાદી’નું પાત્ર ભજવ્યું હતું

અલી અસગરે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં લાંબા સમય સુધી ‘દાદી’નું પાત્ર ભજવ્યું હતું


અભિનેતા અલી અસગરે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં લાંબા સમય સુધી ‘દાદી’નું પાત્ર ભજવ્યું હતું અને તેને આ રોલમાં સારી એવી લોકપ્રિયતા પણ મળી હતી. જોકે પછી તેણે એકાએક આ રોલ કરવાનું બંધ કરી દીધું.

હાલમાં અલીએ પોતાના આ નિર્ણય પાછળના કારણનો ખુલાસો કરતાં કહ્યું હતું કે આની અસર મારા પારિવારિક જીવન પર પડવા માંડી હતી. ‘દાદી’ના રોલની જીવન પર થયેલી અસર વિશે અલીએ કહ્યું હતું કે ‘મને આ રોલથી લોકપ્રિયતા અને પૈસા બન્ને મળતાં હતાં એટલે મેં જ્યારે એ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે લોકોએ મને પાગલ ગણ્યો હતો. જોકે મારી પાસે મારાં કારણો હતાં. એ સમયે ‘કૉમેડી સર્કસ’ શનિવાર અને રવિવારે આવતું હતું અને બન્ને ઍક્ટમાં હું સ્ત્રીનું પાત્ર ભજવતો હતો. ધીમે-ધીમે મારી એવી જ ઇમેજ બની ગઈ. રાઇટર્સ માટે પણ આ સરળ બની ગયું હતું અને તેઓ વારંવાર મારા માટે સ્ત્રીપાત્ર જ લખતા હતા. ક્યારેક ખરાબ લાગતું હતું અને લાગતું હતું કે હું ફક્ત આ જ નથી કરવા માગતો. હું આ બધું એટલા માટે પણ કરતો રહ્યો કારણ કે મને કામની જરૂર હતી. મને ડર હતો કે જો હું ના પાડીશ તો બીજા કોઈને લઈ લેવાશે. જોકે મારી આ ઇમેજની મારાં બાળકો પર અસર થવા માંડી અને તેમને સ્કૂલમાં અપમાનિનત કરવામાં આવતાં હતાં. આખરે મેં ‘દાદી’ બનવાનું બંધ કરી દીધું.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK