Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મેં ભાબીજી ઘર પર હૈં! ના પ્રોડ્યુસર પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો ખોટો આરોપ મૂક્યો હતો

મેં ભાબીજી ઘર પર હૈં! ના પ્રોડ્યુસર પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો ખોટો આરોપ મૂક્યો હતો

Published : 03 June, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિલ્પા શિંદેએ આ વાત સ્વીકારીને કહ્યું કે એ સમયે તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો

શિલ્પા શિંદે

શિલ્પા શિંદે


લોકપ્રિય ટીવી-સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં!’માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર શિલ્પા શિંદેએ શોમાંથી બહાર નીકળવા સાથે જોડાયેલા જૂના વિવાદ વિશે એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું  છે કે તેણે શોના નિર્માતા સામે લગાવેલા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપો ખોટા હતા. આ વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરતાં શિલ્પાએ જણાવ્યું કે એ સમયે તેને લાગતું હતું કે તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો અને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી રહી હતી.

આ મુદ્દે વાત કરતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘આ વાત કોઈ જાણતું નથી. મને સત્ય બોલવામાં કોઈ ડર નથી. મેં મારા પ્રોડ્યુસર સામે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો કેસ કર્યો હતો કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ પછી મેં સમાધાન કરીને એ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ શોધ્યો.’



શું હતો વિવાદ?


૨૦૧૬માં શિલ્પા શિંદેએ ‘ભાબીજી ઘર પર હૈં!’ છોડતાં ભારે ચર્ચા જગાવી હતી. એ સમયે તેનો પ્રોડક્શન હાઉસ સાથે ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો અને શિલ્પાએ શોના નિર્માતા પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો હતો.

શિલ્પાએ હવે કરેલી સ્પષ્ટતા મુજબ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેના પર એક ખાસ કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ કૉન્ટ્રૅક્ટને કારણે તે અન્ય કોઈ પ્રોજેક્ટ અથવા કામ સ્વીકારી શકતી નહોતી. શિલ્પાએ દાવો કર્યો કે કૉન્ટ્રૅક્ટ પર સહી કરવાની ના પાડ્યા પછી તેના પર દબાણ વધતું ગયું અને ધીમે-ધીમે તેને શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. આ સંજોગોમાં સમાધાન કરવા માટે તેમ જ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તેણે ખોટો આરોપ મૂક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK