આ શોમાં અનીતા મિશ્રાનું પાત્ર નેહા ભજવી રહી છે
નેહા પેંડસે
‘ભાભીજી ઘર પર હૈ!’ સિરિયલને નેહા પેંડસે બાય-બાય કહેશે એવી શક્યતા છે. આ શોમાં અનીતા મિશ્રાનું પાત્ર નેહા ભજવી રહી છે. આ કૉમેડી સિરિયલ છેલ્લાં ૭ વર્ષથી લોકોને હસાવી રહી છે. નેહા અગાઉ આ રોલ સૌમ્યા ટંડન ૬ વર્ષથી કરી રહી હતી. તેણે મૅટરનિટી બ્રેક માટે આ શો છોડ્યો હતો. હવે નેહા પણ આ શોમાંથી વિદાય લેવાની હોવાની ચર્ચા છે. તેનો કૉન્ટ્રૅક્ટ એપ્રિલમાં પૂરો થાય છે. એવામાં તે આ કૉન્ટ્રૅક્ટને રિન્યુ કરવાના મૂડમાં દેખાતી નથી. આ શો છોડવાનું મુખ્ય કારણ તેને ટ્રાવેલિંગ ભારે પડી રહ્યું હોવાનું છે. તેને સેટ પર પહોંચવા માટે કલાકો સુધી ટ્રાવેલ કરવું પડે છે. એને કારણે તેની હેલ્થ પર અસર પડી રહી છે અને હેક્ટિક શેડ્યુલને કારણે તે થાકી પણ જાય છે. આમ છતાં નેહા અને મેકર્સે સ્થિતિ સુધરે એવા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમના પ્રયાસ વ્યર્થ ગયા હોય એવું લાગી રહ્યું છે. મેકર્સ હવે તેના સ્થાને નવી ભાભીની તલાશમાં છે. અનેક ઍક્ટ્રેસિસે એના માટે ઑડિશન્સ પણ આપ્યાં છે. હવે એ જોવું રહ્યું કે આવનારી નવી ભાભી દર્શકોનાં દિલોમાં સ્થાન જમાવી શકે છે કે નહીં.
