ઇન્ડિયન ઑડિયન્સના કુકિંગના શોખને જોઈને આ ઇન્ટરનૅશનલ સીઝનને સ્ટાર ગ્રુપે પહેલી વાર પોતાના ડિજિટલ પ્લૅટફૉર્મ પર હિન્દીમાં લાવવાનું નક્કી કર્યું
‘માસ્ટર શેફ ઑસ્ટ્રેલિયા’ હવે પહેલી વાર હિન્દીમાં
સ્ટાર પ્લસના કુકરી શો ‘માસ્ટર શેફ’ને ઇન્ડિયામાં મળેલી સક્સેસ અને સાથોસાથ ઇિન્ડયન ઑડિયન્સનો કુકિંગનો શોખ જોઈને સ્ટાર ગ્રુપે પહેલી વાર આ શોની ઑસ્ટ્રેલિયાની એટલે કે ઓરિજિનલ શો જ્યાંનો છે ત્યાંની સીઝન ઇિન્ડયન લૅન્ગ્વેજમાં ડબ કરીને લાવવાનું નક્કી કર્યું છે, જેને લીધે હવે ‘માસ્ટર શેફ ઑસ્ટ્રેલિયા’ હિન્દી અને એ ઉપરાંત તેલુગુ, તામિલમાં પણ જોવા મળશે. અલબત્ત, ડબ થયેલી ‘માસ્ટર શેફ ઑસ્ટ્રેલિયા’ની આ ૧૩મી સીઝન સ્ટાર ગ્રુપના ડિજિટલ પ્લૅટફૉર્મ એટલે કે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર જોવા મળશે. ‘આ ૧૩મી સીઝનમાં વર્લ્ડના બેસ્ટ એવા શેફ જૅક જોનફ્રીલો, મેલિસા િલયૉન્ગ અને ઍન્ડી એલન જજ તરીકે જોવા મળશે.આમાં ચાર ઇિન્ડયન કન્ટેસ્ટન્ટ પણ છે. ‘માસ્ટર શેફ’ની ઇન્ટરનૅશનલ કૉન્ટેસ્ટમાં અનેક ભારતીય વરાઇટી બનતી હોવાથી પ્રોડક્શન-હાઉસ અને પ્લૅટફૉર્મે નક્કી કર્યું કે ઇન્ટરનૅશનલ સીઝનને ઇન્ડિ લૅન્ગ્વેજમાં લાવવી જોઈએ.


