મંદિરાએ પહેલી સીઝનમાં ડૉ. મંદિરા કાપડિયાનું પાત્ર ભજવ્યું હતું.
મંદિરા બેદી
એક્તા કપૂરની ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનથી સ્મૃતિ ઈરાનીએ કમબૅક કર્યું છે અને હવે સ્મૃતિ બાદ શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલી મંદિરા બેદી પણ પાછી આવી શકે છે. હાલમાં આ શોમાં મંદિરા બેદીના કમબૅકની ચર્ચાઓ ચાલી રહી છે. મંદિરાએ પહેલી સીઝનમાં ડૉ. મંદિરા કાપડિયાનું પાત્ર ભજવ્યું હતું. શોમાં તે તુલસીના પતિ મિહિર વિરાણીને અત્યંત પ્રેમ કરતી હતી. હવે બીજી સીઝનમાં મંદિરાને જોવા માટે ફૅન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે મંદિરા કે સિરિયલના મેકર્સે હજી સુધી આ વિશે કોઈ પુષ્ટિ કરી નથી.


