બોલીવુડ પછી હવે નાના પડદા પર ડેબ્યુ કરશે બેબો, આ શૉમાં બનશે જજ
કરીના કપૂર (ફાઇલ ફોટો)
છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે મોટા પડદાના સફળ કલાકારો નાના પડદા તરફ જઇ રહ્યા છે અને ત્યા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ત્યારે આવું જ કઇક હવે બોલીવુડની બેબો એટલે કરીના કપુર કરવા જઇ રહી છે. જોકે તે નાના પડે મોડી પડી છે પરંતુ નાના પડદા પર જે હવે જલવો દેખાડવા માટે તૈયાર થઇ ગઇ છે.
કરીના કપુર ડાન્સ રિયાલિટી શોમાં બનશે જજ
ADVERTISEMENT
ટેલિવીઝન અભિનેતા ધીરજ કપૂરે પિન્કવિલા સાથે વાત કરતાં કન્ફર્મ કર્યું કે કરીના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સને જજ કરતી જોવા મળશે. ધીરજ આ શૉ હોસ્ટ કરશે. ધીરજે કરીના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તે આ શૉને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે કરીના કપૂરની સામે ઊભા રહીને શૉ હોસ્ટ કરવો એક જુદો જ અનુભવ હશે. ધીરજે કહ્યું કે "હું તેમની સામે સ્ટેજ પર ઊભો રહીને શૉ હોસ્ટ કરવા અને તેમના વિશે કેટલીક વાતો કહેવાની રાહ જોઇ રહ્યો છું. તેમની સાથે સ્ટેજ શેર કરવા માટે ઘણો ઉત્સાહિત છું."
કરીનાએ વર્ષ 2000માં બોલીવુડમાં કર્યું હતું ડેબ્યુ
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને વર્ષ 2000માં બોલીવુડ વિશ્વમાં ડેબ્યુ કર્યું હતું. તેણે અભિનેતા અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ 'રિફ્યુજી'થી બોલીવુડમાં એન્ટ્રી લીધી. પોતાની અત્યાર સુધીની ફિલ્મી કારકિર્દીમાં કરીનાએ ઘણી હિટ ફિલ્મો આપી છે અને પોતાની એક્ટિંગને લીધે ફેન્સના મનમાં સ્થાન મેળવ્યું છે. મોટા પડદા પર પોતાની કમાલ બતાવ્યા પછી હવે તો નાના પડદા પર પણ ડેબ્યુ કરવા જઈ રહી છે.
આ પણ વાંચો : શું 'ધ કપિલ શર્મા શો'માં કીકૂ શારદાની મજાકથી નારાજ થઈ આલિયા ભટ્ટ?
કારકિર્દીની વાત કરીએ તો કરીનાએ તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝની શૂટિંગ પૂરી કરી છે. તો કરીના કપૂર અભિનેતા ઇરફાન ખાનની સામે ફિલ્મ ઇંગ્લિશ મીડિયમમાં દેખાશે. આ ફિલ્મ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ઇરફાન ખાનની હિન્દી મીડિયમની રીમેક છે.