Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું 'ધ કપિલ શર્મા શો'માં કીકૂ શારદાની મજાકથી નારાજ થઈ આલિયા ભટ્ટ?

શું 'ધ કપિલ શર્મા શો'માં કીકૂ શારદાની મજાકથી નારાજ થઈ આલિયા ભટ્ટ?

10 April, 2019 07:30 PM IST |

શું 'ધ કપિલ શર્મા શો'માં કીકૂ શારદાની મજાકથી નારાજ થઈ આલિયા ભટ્ટ?

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટ અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ કલંકની ટીમ તાજેતરમાં જ કપિલ શર્માના શૉમાં પ્રમોશન માટે પહોંચી. કૉમેડી શૉમાં વરુણ-આલિયાની સાથે આદિત્ય રૉય કપૂર અને સોનાક્ષી સિન્હા પણ સામેલ થયા હતાં. કલંકની સ્ટારકાસ્ટની હાજરીમાં કપિલના શૉમાં ઘણી મસ્તી થઈ. જો કે પ્રમોશન દરમિયાન એવા સમાચાર આવતાં કે આલિયા ભટ્ટને શૉમાં ખાસ ગમ્યું નહોતું. અને આલિયા ભટ્ટ કીકૂ શારદાના જૉક્સને કારણે અપસેટ થઈ હતી

રિપોર્ટ્સ પ્રમાણે, "કૉમેડી શૉમાં કીકૂ શારદા હંમેશાની જેમ પોતાના જૉક્સથી દર્શકોને એન્ટરટેઇન કરતાં રહ્યા. શૉમાં તેમના મોટા ભાગના જૉક્સ આલિયા ભટ્ટની આસપાસના હતાં. કીકૂ શારદાના જૂના જૉક્સના ખજાનાએ આલિયાને નિરાશ કર્યા. જેમ કે કીકૂએ સવાલ કર્યો કે સ્કૂટર અવાજ કેમ કરે છે? પછી જવાબમાં કહ્યું ભટ્ટ ભટ્ટ ભટ્ટ". બીજો એક સવાલ આલિયાને પૂછ્યું "શું મહેશ ભટ્ટ કંસટ્રક્શનનું બિઝનેસ કરતા હતાં?"



જવાબમાં આલિયાએ ના પાડી અને કારણ પૂછ્યું ત્યારે કીકૂ શારદાએ જવાબ આપ્યો- "કારણકે રસ્તા અને ફૂટપાથ બધું મહેશ ભટ્ટ જ બનાવે છે." મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આલિયાને કીકૂ શારદાના આવા જૉક્સ સહેજ પણ ગમ્યા નહોતા. તેથી જ આલિયા કપિલના કૉમેડી શૉમાં થોડી શાંત જ જોવા મળી. બીજી બાજુ, વરુણ ધવન પણ શૉમાં આલિયાનો ટ્રોલ કરતો હતો.


આ પણ વાંચો : સ્ટુડેન્ટ ઑફ ધ યર 2 : રિલીઝ થયા ત્રણ પોસ્ટર, આવો છે ટાઇગર શ્રોફનો લૂક

આલિયા ભટ્ટ અને વરુણ ધવનની ફિલ્મ કલંક આ મહિને 17 એપ્રિલના રિલીઝ થઈ રહી છે. જેનું નિર્દેશન અભિષેક વર્મને કર્યું છે. કલંકમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કરણ જોહર માટે આ ફિલ્મ ડ્રિમ પ્રૉજેક્ટ છે, જેનું સ્વપ્ન તેના સ્વર્ગીય પિતાએ જોયું હતું. ફિલ્મનું ટ્રેલર, ટીઝર, પોસ્ટર અને 3 ગીત રિલીઝ થઈ ગયા છે.


તાજેતરમાં જ રિલીઝ થયેલ કલંકનું ગીત "તબાહ હો ગએ" સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. આ ગીત માધુરી દીક્ષિત પર બનાવવામાં આવેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2019 07:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK