Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘સસુરાલ સિમર કા 2’માં જોવા મળશે જયતી ભાટિયા

‘સસુરાલ સિમર કા 2’માં જોવા મળશે જયતી ભાટિયા

04 April, 2021 03:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોમાં સિમર એટલે દીપિકા કક્કડ પણ લીડ રોલમાં દેખાશે

જયતિ ભાટિયા

જયતિ ભાટિયા


‘સસુરાલ સિમર કા’માં માતાજી એટલે કે ગીતાંજલિદેવીનું પાત્ર ભજવનાર જયતિ ભાટિયા શોની બીજી સીઝનમાં ફરીથી જોવા મળશે. શોમાં સિમર એટલે દીપિકા કક્કડ પણ લીડ રોલમાં દેખાશે. ફરી એન્ટ્રીને લઈને જયતી ભાટિયાએ કહ્યું કે ‘મારું પાત્ર માતાજી મારો જ સમાનાર્થી બની ગયો છે. આ શો એ વાતનો પુરાવો છે કે લોકોએ અમારા પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે અને અમારી પ્રશંસા કરી છે. ગીતાંજલિદેવીનું પાત્ર માતાજી સાથે મળતું આવે છે. સ્ટોરીની અંદર લોકોને અનેક સરપ્રાઇઝ મળવાની છે. શોમાં પાછી ફરવાની છું એથી હું ખૂબ ઉત્સાહી છું. આ મારા માટે ઘરે પાછા ફરવા જેવું છે. હું નવા કલાકારો અને દીપિકા કક્કડ સાથે કામ કરવા આતુર છું. આશા રાખું છું કે ‘સસુરાલ સિમર કા’ની જેમ જ એની બીજી સીઝનને પણ એટલી જ સફળતા મળશે અને એટલી ઊંચાઈએ પહોંચશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2021 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK