એવું જાણવા મળ્યું છે કે એકતા કપૂરના આ શોનો ૯ જૂને છેલ્લો એપિસોડ ઑન-ઍર કરવામાં આવશે.

ફહમાન ખાન
ફહમાન ખાનનું કહેવું છે કે તેને એવા શોમાં કામ નથી કરવું ગમતું જે જલદી ખતમ ન થાય. તેનો શો ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ પર ટૂંક સમયમાં પડદો પડી જવાનો છે. કલર્સ ટીવી પર ગયા વર્ષે આ શો શરૂ થયો હતો. એવું જાણવા મળ્યું છે કે એકતા કપૂરના આ શોનો ૯ જૂને છેલ્લો એપિસોડ ઑન-ઍર કરવામાં આવશે. એથી મૂવ-ઑન કરવા માટે તૈયાર ફહમાને કહ્યું કે ‘મને એવા શો કરવા નથી ગમતા જે જલદી પૂરા ન થાય. મને નવાં કૅરૅક્ટર્સ ભજવવાં અને એમાંથી નવું શીખવું ગમે છે. જો કોઈ ઍક્ટર એક જ પાત્ર લાંબા સમય સુધી ભજવતો હોય તો પછી એને લઈને વિવિધ ધારણાઓ કરવામાં આવે છે. પૂર્ણવિરામ તો દરેક જર્નીનો ભાગ છે. આ શોમાં મેં રવિ રંધાવાનો રોલ કરવાને એન્જૉય કર્યું છે. સ્ટોરીને જો વધુ લાંબી કરવામાં આવે તો એને નાહક ખેંચતા હોય એવું લાગે છે.’