તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હિના ખાને તાજેતરમાં સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર છે. હિના ૩૬ વર્ષની છે. તેને અનેક સેલિબ્રિટીઝે અને ફૅન્સે સપોર્ટ કર્યો છે. સાથે જ કીમો થેરપી દરમ્યાન વાળ ખરે એ પહેલાં તેણે પોતાની મરજીથી હેર કટ કરાવી નાખ્યા છે. સારવાર દરમ્યાન જે કાળાં નિશાન રહી ગયાં છે એને હિનાએ દેખાડ્યાં છે અને એનો સ્વીકાર કરીને એને પ્રગતિની નિશાની ગણે છે. તેણે પોતાનો ફોટો શૅર કર્યો છે. એમાં ગળા પાસે અને અન્ડરઆર્મ્સ પર સારવારને કારણે પડેલા કાળા ડાઘ દેખાય છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી છે, ‘આ ફોટોમાં તમને શું દેખાય છે? મારા શરીર પરના જખમ કે પછી મારી આંખોમાં આશાનાં કિરણ? આ જખમ મારા છે અને એનો હું પ્રેમથી સ્વીકાર કરું છું, કારણ કે એ પ્રગતિની પહેલી નિશાની છે. મારી આંખોમાં આશા એ મારા અંતરઆત્માનું પ્રતિબિંબ છે. મને છેવટ સુધી પ્રકાશ દેખાય છે. હું સ્વસ્થ થવાની ઇચ્છા રાખું છું અને હું પણ તમારા માટે પ્રાર્થના કરું છું.’

