° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


‘સંજીવની’ બનશે ‘કાવેરી’

17 June, 2021 11:43 AM IST | Mumbai | Nirali Dave

ગુરદીપ કોહલી સબ ટીવીના શો ‘તેરા યાર હૂં મૈં’માં કાવેરીના પાત્રમાં જોવા મળશે

ગુરદીપ કોહલી

ગુરદીપ કોહલી

‘સંજીવની’, ‘કસમ સે’ અને ‘કહને કો હમસફર હૈ’ સહિતની સિરિયલો કરી ચૂકેલી જાણીતી ઍક્ટ્રેસ ગુરદીપ કોહલી સબ ટીવીના શો ‘તેરા યાર હૂં મૈં’માં કાવેરીના પાત્રમાં જોવા મળશે. સબ ટીવીનો શો ‘તેરા યાર હૂં મૈં’ પણ  ચૅનલના ‘વાગલે કી દુનિયા’ જેવા અન્ય શોની સાથે સારું પ્રદર્શન કરી રહ્યો છે. દર્શકોને એમાં આવતા વળાંક પસંદ આવી રહ્યા છે. આ ઉપરાંત શોમાં સમયાંતરે થતી નવા પાત્રની એન્ટ્રીને પણ દર્શકો તરફથી પૉઝિટિવ આવકાર મળી રહ્યો છે. આવા જ એક વધુ નવા પાત્રની એન્ટ્રી ટૂંક સમયમાં શોમાં થવા જઈ રહી છે. શો સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યા મુજબ, શોમાં ટીવીની જાણીતી ઍક્ટ્રેસ ગુરદીપ કોહલી પુંજ એક નવા પાત્રમાં આવી રહી છે. ‘તેરા યાર હૂં મૈં’માં તે કાવેરીની ભૂમિકામાં જોવા મળશે. મેકર્સ શોમાં વધુ ડ્રામા અને મનોરંજન લાવવા દલજિત અને રાજીવના જીવનમાં આ નવા કૅરૅક્ટરની એન્ટ્રી કરાવી રહ્યા છે. ‘બેસ્ટ ઑફ લક નિકી’, ‘સંજીવની’, ‘કસમ સે’, ‘કહને કો હમસફર હૈ’ જેવી અઢળક ટીવી-સિરિયલોમાં ચમકી ચૂકેલી ગુરદીપ કોહલીએ ટીવી-સિરિયલો ઉપરાંત ‘રાઉડી રાઠોડ’ અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં પણ કામ કર્યું છે.

17 June, 2021 11:43 AM IST | Mumbai | Nirali Dave

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું

31 July, 2021 04:20 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

‘ફૂડ સારું અને ટેસ્ટી હોય તો હું કંઈ પણ ખાઈ શકું છું’

આવું કહેનાર રણધીર કપૂરે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સ્ટેજ પર દરેકને લસ્સીની લહાણી કરાવી હતી

31 July, 2021 04:12 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

જામશે મ્યુઝિકલ માહોલ

લકી અલી, સોનુ નિગમ, બાદશાહ, દર્શન રાવલ, બેની દયાલ, પેપોન લઈને આવશે ‘અનઍકૅડેમી અનવાઇન્ડ’

31 July, 2021 04:05 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK