Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ૧૦ વર્ષના લગ્નજીવન પછી ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ ડિવૉર્સની ચોંકાવનારી જાહેરાત કરી

૧૦ વર્ષના લગ્નજીવન પછી ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ ડિવૉર્સની ચોંકાવનારી જાહેરાત કરી

Published : 29 June, 2026 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦ વર્ષના લગ્નજીવન પછી ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ ડિવૉર્સની ચોંકાવનારી જાહેરાત કરીને કહ્યું અમે પાર્ટનર તરીકે એકબીજા માટે યોગ્ય નથી, અમારા બન્નેની જરૂરિયાતો અને અપેક્ષા અલગ-અલગ છે, અમારી વચ્ચે પતિ-પત્ની જેવી લાગણી હવે નથી રહી

ગૌરવ ખન્ના અને આકાંક્ષા

ગૌરવ ખન્ના અને આકાંક્ષા


પોતાનાથી ૯ વર્ષ નાની આકાંક્ષાની બાળક ન પેદા કરવાની ઇચ્છાને ગૌરવે બિગ બૉસ 19માં જાહેરમાં સમર્થન આપ્યું હતું

મુખ્યત્વે સોશ્યલ મીડિયા અને કૅમેરાની સામે જે સંબંધ અત્યંત ખુશહાલ દેખાતો હતો એ હવે કાયમ માટે તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. રિયલિટી શો ‘લૉક-અપ”ની બીજી સીઝનમાં ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ ડિવૉર્સની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. 



‘બિગ બૉસ 19’ દરમ્યાન ગૌરવ ખન્નાએ તેની પત્ની આકાંક્ષાની ભવિષ્યમાં ક્યારેય પણ બાળક ન રાખવાની ઇચ્છા વિશે ખૂલીને વાત કરી હતી. શો પર ગૌરવે પોતાની પત્નીના આ નિર્ણયનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું અને જણાવ્યું હતું કે જો આકાંક્ષા ક્યારેય બાળક ન પેદા કરવાનો નિર્ણય લેશે તો પણ તે તેની સાથે મક્કમતાથી ઊભો રહેશે. ગૌરવના આ વલણને કારણે નેટિઝન્સે તેને ‘ગ્રીન ફ્લૅગ હસબન્ડ’ (આદર્શ પતિ)નું બિરુદ આપ્યું હતું. જોકે એ સમયે સોશ્યલ મીડિયાના એક વર્ગે આકાંક્ષાને તેનાં ટૂંકાં વસ્ત્રો માટે ટ્રોલ પણ કરી હતી, જ્યારે બીજા વર્ગે સુખ-દુઃખમાં પત્નીના પડખે ઊભા રહેવા બદલ ગૌરવનાં ખૂબ વખાણ કર્યાં હતાં.


જોકે જે સંબંધ સોશ્યલ મીડિયા પર આટલો મધુર દેખાતો હતો એ વાસ્તવમાં લાંબા સમયથી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. તાજેતરમાં નવા રિયલિટી શો ‘લૉક-અપ સીઝન 2’માં ભાગ લેવા પહોંચેલી આકાંક્ષાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે તે અને ગૌરવ છૂટાછેડા લઈ રહ્યાં છે. આ સાથે જ તેણે ખુલાસો કર્યો હતો કે તેઓ બન્ને છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અલગ રહી રહ્યાં છે. આકાંક્ષાના આ ચોંકાવનારા ખુલાસા બાદ સોશ્યલ મીડિયા યુઝર્સે ‘બિગ બૉસ’ના મંચ પર જોવા મળેલી તેમની રોમૅન્ટિક પળોને ‘ફેક’ એટલે કે દેખાડો ગણાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
પોતાના છૂટાછેડા અંગે વાત કરતાં આકાંક્ષાએ જણાવ્યું કે ‘ગૌરવ ખન્ના અને હું છૂટાછેડા લઈ રહ્યાં છીએ. અમે છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યાં છીએ, જેના વિશે લોકો હજુ સુધી જાણતા નહોતા.’

ઉલ્લેખનીય છે કે આ દંપતીએ ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં અને ગૌરવ ઉંમરમાં આકાંક્ષા કરતાં ૯ વર્ષ મોટો છે.


આકાંક્ષાએ વધુમાં ઉમેર્યું કે ‘આ નિર્ણય અમે બન્નેએ પરસ્પર સંમતિથી લીધો છે. અમે છેલ્લા એક વર્ષથી આ વિષય પર ચર્ચા કરી રહ્યાં હતાં. ગૌરવ અને મારા વચ્ચે કોઈ કડવાશ કે ખરાબ બાબત નથી. અમે આજે પણ એકબીજા સાથે વાત કરીએ છીએ, પરંતુ અમને લાગે છે કે અમે પાર્ટનર તરીકે એકબીજા માટે યોગ્ય નથી કારણ કે જીવનમાં અમારા બન્નેની જરૂરિયાતો અને અપેક્ષાઓ તદ્દન અલગ છે.’ 

આકાંક્ષાએ જણાવ્યું કે તેમના પરિવારોએ પણ તેમને થોડો સમય અલગ વિતાવવાની સલાહ આપી હતી, જેથી અંતરના કારણે તેઓ એકબીજાના મહત્ત્વને સમજી શકે.
આકાંક્ષાના જણાવ્યા અનુસાર તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી જ્યારે ગૌરવ ‘બિગ બૉસ 19’નો હિસ્સો હતો. તેણે કહ્યું, ‘આ બધું ‘બિગ બૉસ 19’ના સમયથી જ ચાલી રહ્યું છે. ગૌરવનાં માતા-પિતા અને મારાં માતા-પિતાએ અમને થોડો સમય અલગ રહેવા કહ્યું હતું. કેટલીક વાર એવું બને છે કે જ્યારે તમે દૂર રહો છો ત્યારે તમને એકબીજાની કિંમત સમજાય છે.’

તેણે અંતમાં જણાવ્યું કે ‘બધાને એવું લાગતું હતું કે અમે વાતચીત કરીએ છીએ, સોશ્યલ મીડિયા પર સાથે દેખાઈએ છીએ અને કાર્યક્રમોમાં એકબીજાને સપોર્ટ કરીએ છીએ એટલે અમે ફરી એક થઈ જઈશું, પરંતુ હવે અમારામાં પતિ-પત્ની જેવી એ લાગણી રહી નથી.’  જોકે આ સમગ્ર મામલે હજુ સુધી ગૌરવ ખન્ના કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

બાળકના મુદ્દે છૂટાછેડાની અફવા શરૂ થઈ હતી

‘બિગ બૉસ 19’ દરમ્યાન ગૌરવ ખન્નાએ ખુલાસો કર્યો હતો કે તેને બાળકોની ઇચ્છા છે, પરંતુ પત્ની આકાંક્ષા માતા બનવા માગતી નથી. ગૌરવે કહ્યું હતું, ‘ઉનકો ચાહિએ હી નહીં. મુઝકો ચાહિએ. તો પણ લવમૅરેજ છે તો જે તે બોલશે એ મારે કરવું પડશે.’ નવેમ્બરમાં બન્નેનાં લગ્નને 10 વર્ષ પૂર્ણ થશે. ગૌરવે આકાંક્ષાના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું હતું કે બન્ને કામ કરતાં હોવાથી બાળકની જવાબદારી અને બીજા કોઈ પાસે ઉછેર કરાવવાની ઇચ્છા ન હોવી તેનું કારણ છે. આકાંક્ષાએ પણ ‘બિગ બૉસ 19’ના ફૅમિલી વીકમાં સ્પષ્ટ કર્યું હતું કે ‘અત્યારે મને માતા બનવાની ઇચ્છા નથી અને ભવિષ્યમાં પણ મુશ્કેલ લાગે છે. મારી પાસે મારાં કારણો છે, કરીઅર પણ છે.’ આ વાતચીત બાદ સોશ્યલ મીડિયા પર છૂટાછેડાની અટકળો શરૂ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK