કરીના સાથે ‘ધ ક્રૂ’માં દેખાશે એવી ચર્ચા છે
કપિલ શર્મા
કરીના કપૂર ખાન સાથે ‘ધ ક્રૂ’માં કપિલ શર્મા દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મમાં તબુ અને ક્રિતી સૅનન પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી ત્રણ મહિલાઓની છે. તેઓ જ્યારે લાઇફમાં આગળ વધે છે તો તેમની સાથે અણધારી ઘટના ઘટે છે. ફિલ્મને રાજેશ ક્રિષ્નન ડિરેક્ટ કરી રહ્યો છે. એકતા કપૂર અને અનિલ કપૂર પ્રોડક્શન્સ એને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિલજિત દોસંજ પણ જોવા મળશે. આ ફિલ્મમાં કપિલનો રોલ અગત્યનો રહેશે. ફિલ્મની ટીમ પણ તેની સાથે કામ કરવા માટે આતુર છે. તેનો રોલ દર્શકો માટે પણ એક સરપ્રાઇઝ રહેશે. તે ટૂંક સમયમાં ઇન્ટરનૅશનલ લોકેશન પર શૂટિંગ શરૂ કરશે. કપિલે છેલ્લે ‘ઝ્વિગાટો’માં કામ કર્યું હતું જે થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ હતી.


