Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બાયસ્ડ બિગ બૉસને એક્સપોઝ કર્યો અંકિતે

બાયસ્ડ બિગ બૉસને એક્સપોઝ કર્યો અંકિતે

09 December, 2022 08:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિમ્રત અને ગૅન્ગ તેના ફ્રેન્ડ્સની ફેવર કરે ત્યારે બિગ બૉસ ચૂપ રહે અને પહેલી વાર અંકિતે સંચાલનમાં તેના ફ્રેન્ડની ફેવર કરી ત્યારે બિગ બૉસે વચ્ચે પડીને તેને નીચે પાડવાની કોશિશ કરી હતી.

અંકિત ગુપ્તા

અંકિત ગુપ્તા


નિમ્રત અને ગૅન્ગ તેના ફ્રેન્ડ્સની ફેવર કરે ત્યારે બિગ બૉસ ચૂપ રહે અને પહેલી વાર અંકિતે સંચાલનમાં તેના ફ્રેન્ડની ફેવર કરી ત્યારે બિગ બૉસે વચ્ચે પડીને તેને નીચે પાડવાની કોશિશ કરી હતી.
કલર્સ પર આવી રહેલા ‘બિગ બૉસ 16’માં અંકિત ગુપ્તાએ શોના મેકર્સ અને બાયસ્ડ બિગ બૉસને એક્સપોઝ કર્યો છે. આ શોને લગભગ દસ અઠવાડિયાં થવા આવ્યાં છે અને એમાં અત્યાર સુધી નિમ્રત કૌર અહલુવાલિયા અને તેની ગૅન્ગ અત્યાર સુધી કૅપ્ટન બની હતી. તેઓ દિલ ખોલીને પોતાની ગૅન્ગને સપોર્ટ કરતા હતા અને ખોટા નિર્ણય લેતા હતા. ત્યારે એક પણ વાર બિગ બૉસે વચ્ચે પડીને તેમને કંઈ કહ્યું નહોતું. જોકે પહેલી વાર અંકિત ગુપ્તા કૅપ્ટન બન્યો અને સંચાલન કર્યું ત્યારે બિગ બૉસે વચ્ચે પડીને તેના દરેક નિર્ણય પર વારંવાર સવાલ કર્યા હતા. તેને સતત ખોટો સાબિત કરવામાં આવ્યો હતો. જોકે અંકિત બાયસ્ડ બિગ બૉસને એક્સપોઝ કરવામાં સફળ રહ્યો હતો. આ સીઝનમાં બિગ બૉસ પોતે ગેમ રમી રહ્યો છે, પરંતુ તે એ ભૂલી ગયો હતો કે તેની ઇમેજ બહાર કેવી દેખાઈ રહી છે અને તેના આ બાયસ્ડ વર્તનને લઈને શોની ક્રેડિબિલિટી પર હવે સવાલ ઊઠી રહ્યા છે. બિગ બૉસના વર્તન પરથી લાગી રહ્યું છે કે તે પોતે નિમ્રત અને તેની ટીમને જિતાડવા માગે છે. તેમ જ છેલ્લા ટાસ્ક બાદ ‘બિગ બૉસ’ કન્ફેશન રૂમમાં બોલાવીને ટીના દત્તા, નિમ્રત અને શિવને બોલાવીને તેમની પાસેથી તેમનું વૅલિડેશન માગવાની કોશિશ કરતાં જોવા મળી રહ્યાં છે. જોકે સોશ્યલ મીડિયા પર બિગ બૉસની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2022 08:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK