Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિ દેસાઇએ નંદિશ સંધૂ સાથે ડિવૉર્સ પર રડીને સંભળાવી પોતાની આપવીતી, જાણો વધુ

રશ્મિ દેસાઇએ નંદિશ સંધૂ સાથે ડિવૉર્સ પર રડીને સંભળાવી પોતાની આપવીતી, જાણો વધુ

Published : 31 December, 2021 01:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લા કેટલાક સમયથી તેની પર્સનલ લાઇફ લાઇમલાઇટમાં છે. હવે બિગ બૉસ 15ના લેટેસ્ટ એપિસો઼માં તેનો વધુ એક નબળું પાસું જોવા મળ્યું, જ્યાં તે પોતાના પહેલા લગ્નને લઈને ઇમોશનલ થતી જોવા મળે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


ટીવીની પૉપ્યુલર અભિનેત્રી રશ્મિ દેસાઇની પ્રૉફેશનલ લાઇફ વિશે તો બધા જાણે જ છે, પણ તેની પર્સનલ લાઇફ પણ હવે લોકો સામે જાહેર થઈ રહી છે. પછી તે નંદિશ સંધૂ સાથે તેના પહેલા લગ્ન, ડિવૉર્સ કે પછી અરહાન ખાન સાથે રિલેશનશિપ અને બ્રેકઅપ. છેલ્લા કેટલાક સમયથી તેની પર્સનલ લાઇફ લાઇમલાઇટમાં છે. હવે બિગ બૉસ 15ના લેટેસ્ટ એપિસો઼માં તેનો વધુ એક નબળું પાસું જોવા મળ્યું, જ્યાં તે પોતાના પહેલા લગ્નને લઈને ઇમોશનલ થતી જોવા મળે છે. તેણે ખુલાસો કરતા કહ્યું કે આજે પણ તે વિશે વિચારીને ગભરાઈ જાય છે.

જણાવવાનું કે જ્યારે રશ્મિ `બિગ બૉસ 13`માં જોવા મળી હતી, ત્યારે તેનો બૉયફ્રેન્ડ અરહાન ખાને પણ ઘરમાં એન્ટ્રી લીધી હતી. પણ રશ્મિનીા જીવનમાં હલચર મચી, જ્યારે હોસ્ટ સલમાન ખાને તેને જણાવ્યું કે અરહાનના પહેલા પણ લગ્ન થઈ ગયા છે અને તેને એક બાળક પણ છે. આ સાંભળીને રશ્મિ તો શું, દર્શકો પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યાર પછી રશ્મિએ અરહાન સાથે પોતાના સંબંધ તોડી દીધા.



રાખીએ પૂછ્યું નંદિશ સાથેના ડિવૉર્સનું કારણ
હવે બિગ બૉસ 15માં રશ્મિ અને નંદિશ સંધૂને લઈને વાતચીત થઈ છે. હકિકતે, રાખી સાવંત રશ્મિને નંદિશ સાથે ડિવૉર્સના કારણ વિશે પૂછે છે. પહેલા તો રશ્મિ કંઇપણ કહેવાની ના પાડી દે છે, પણ પછી કહે છે કે તે આ વિશે વાત નથી કરવા માગતી. તે આ વિશે વાત કરવામાં વિશ્વાસ નથી ધરાવતી, કારણકે આ બીજા વ્યક્તિ (નંદિશ)ના જીવનને પ્રભાવિત કરી શકે છે.


રશ્મિએ આપ્યો આ જવાબ
અભિનેત્રીએ આગળ કહ્યું કે અમે બન્ને સારી જગ્યાઓ પર છીએ અને તે નથી ઇચ્છતી કે બન્નેમાંથી કોઈની પણ માટે વસ્તુઓ ડિસ્ટર્બ થાય. તેમણે એ પણ કહ્યું કે તે કોઈ એવી વસ્તુ વિશે વાત કરવામાં સહજ નથી, જે તેના જીવનમાં નેગેટિવ ઇમ્પેક્ટ પાડી શકે છે. તેણે કહ્યું, "મારા કહેવાથી કોઈનું ખરાબ થાય તો હું નથી કરતી." ત્યાં જ રાખીએ આ વાત પર રિએક્ટ કરતા કહ્યું કે, "એમ... ખરાબ થશે?"

ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી રશ્મિ
રાખી સાવંત સાથે આ વાતચીત બાદ રશ્મિત દેસાઇ ગાર્ડન એરિયામાં પૂલ પાસે રડતી જોવા મળી. આ દરમિયાન રાખી, રશ્મિથી ખૂબ જ નારાજ દેખાઇ. તેણે અબિજીત બિચુકલે અને ઉમર રિયાઝ સામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે રશ્મિ હંમેશા પોતાની પર્સનલ લાઇફની જૂની વાતો વિશે વાત કરવા માટે ઉત્સૂક રહી છે, પણ તેમે પોતાના વિશે કંઇપણ નથી જણાવ્યું. આ વચ્ચે જ ઉમર બહાર નીકળી જાય છે ત્યારે જ રાખી કહે છે, "શાણી હૈ વો ડેઢ શાણી."


ઉમરે સંભાળી
બીજી તરફ ઉમર રશ્મિને સાંત્વના આપવા તેની પાસે જાય છે. તેને પૂછે છે કે તે કેમ રડી અને આવી સ્થિતિને શાંતિ અને મેચ્યોરિટી સાથે સંભાળવા માટે કહ્યું. ત્યારે રશ્મિ ખુલાસો કરે છે કે તેના લગ્ન અને નંદિશનો મુદ્દો તને હજી પણ ડિસ્ટર્બ કરે છે. જ્યારે તેના સંબંધે કંઇપણ આવે છે તો તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને આ એક વિચાર તેને ડરાવી દે છે.

આ વાતથી હર્ટ થાય છે અભિનેત્રી
રશ્મિ કહે છે, "તે એક એવી વસ્તુ છે જેનાથી હું હંમેશાં હર્ટ થાઉં છું. હું પોતાના પર કાબૂ નથી રાખી શકતી, જ્યારે પણ તે આવે છે. હું ભૂલી ગઈ હતી, જ્યારે કોઈ યાદ અપાવે છે તો હું માત્ર થોડું ડરતી હતી." તેણે એ પણ ખુલાસો કર્યો કે તેને  ઉમરથી પણ ડર લાગે છે. તે કહે છે કે, "પછી મને તારાથી ડર લાગે છે. ખબર નહીં કેમ." ઉમર, રશ્મિને શાંત કરવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે તેને શૉમાં પોતાની પસંદ વિશે કન્ફેસ કર્યું છે, જો કે બહાર જઈને જોઈ શકાશે.

`બિગ બૉસ 15`ના એપિસોડ કલર્સ ચેનલ પર રાતે 10.30 વાગ્યે જોઈ શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2021 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK