Bigg Boss 14: જાસ્મિન ભસીનનો બોયફ્રેન્ડ અલી ગોની લેશે ઘરમાં એન્ટ્રી
જાસ્મિન ભસીન અને અલી ગોની (તસવીર સૌજન્ય: અલી ગોની ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ)
'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સિઝન 14ની ત્રીજી ઓક્ટોબરથી ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શોનાં સ્પર્ધકો ધીરે ધીરે ફોર્મમાં આવી રહ્યાં છે. બિગ બૉસ સિઝન 14માં શરૂઆતથી જ ઘરમાં જબરજસ્ત માહોલ જામ્યો છે. મેકર્સ પણ શોને એન્ટરટેઇનિંગ બનાવવાના સંભવ પ્રયાસ કરી રહ્યાં છે. હવે શોમાં 'યે હૈ મોહબ્બતેં' ફૅમ અભિનેતા અલી ગોની (Aly Goni) ટૂંક સમયમાં રિયાલિટી શો 'બિગ બોસ'માં સ્પર્ધક તરીકે શોમાં જોવા મળશે. એક્ટરને શોની શરૂઆતમાં જ ઓફર મળી હતી પરંતુ તે બોની કપૂરની વેબ ફિલ્મમાં વ્યસ્ત હોવાને કારણે આવી શક્યો નહોતો. હાલમાં અલી સ્પર્ધક જાસ્મિન ભસીન (Jasmin Bhasin)ની ઘણી જ નિકટ છે. અલી સતત આ સિઝનને ફોલો પણ કરે છે અને સોશ્યલ મીડિયામાં જાસ્મિનને સપોર્ટ પણ કરે છે. હવે તે પોતાની કથિત પ્રેમિકા જાસ્મિન ભસીનને ઘરની અંદર જઈને સરપ્રાઈઝ આપવાનો છે.
અલી ગોની ચાર નવેમ્બરના રોજ 'બિગ બોસ'ના ઘરમાં એન્ટર થશે. ચેનલે આ અંગેનો એક પ્રોમો વીડિયો પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં અલી કહે છે કે, ગયા વીકમાં જાસ્મિનના આંસુ તેનાથી જોવાયા નહોતા. આથી જ તેણે આ શોમાં આવવાનો નિર્ણય લીધો હતો. વધુમાં અલીએ પ્રોમોમાં કહ્યું હતું ક। બેસ્ટ ફ્રેન્ડ કરતાં પણ તું કિંમતી છે. તારા હાસ્યમાં મારું હાસ્ય છુપાયેલું છું. આથી જ વિચાર્યું હતું કે, આ ત્રણ મહિના પસાર કરી લઈશ તે ક્ષણોને યાદ કરીને. જોકે, પછી તારી આંખમાં આંસુ જોયા અને વિચાર બદલી નાખ્યો. આવી રહ્યો છે તારો મિત્ર ચાર નવેમ્બરના રોજ.
ADVERTISEMENT
અલી ગોનીને શોની શરૂઆતમાં જ જાસ્મિન ભસીન સાથે ઘરમાં આવાવનો હતો પરંતુ તે સમયે બોની કપૂરની વેબ ફિલ્મ 'જિદ'માં વ્યસ્ત હતો. આ ફિલ્મમાં અલીએ આર્મી ઓફિસરનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં પૂરું થયું.
અલી તથા જાસ્મિનની વધતી નિકટતાને કારણે બન્ને ચર્ચામાં છે. જોકે, બન્નેએ પોતાને એકબીજાના સારા મિત્રો ગણાવ્યા છે. 'બિગ બોસ'ના ઘરમાં અલી તથા જાસ્મિનની જોડી ધમાલ મચાવી શકે છે અને તેથી જ અલીને બીજીવાર શોની ઓફર કરવામાં આવી હતી. કહેવાય છે કે, અલી ગોનીને શોમાં લાવવા માટે મેકર્સે બિગ અમાઉન્ટ ઓફર કરી હતી. સૂત્રોના મતે, અલી ગોની ઘરનો સૌથી મોંઘો સભ્ય છે અને તેને રૂબીના દિલૈક કરતાં પણ વધુ ફી આપવામાં આવશે. રૂબીનાને દર અઠવાડિયે પાંચ લાખ રૂપિયા મળે છે. હવે જોઈએ અલીને કેટલા આપે છે અને તેની એન્ટ્રીથી ઘરમાં શું નવું જોવા મળે છે.

