° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


ટીઆરપીની રેસમાં ‘બિગ બૉસ’ માઇલો દૂર

19 November, 2021 03:30 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

‘અનુપમા’ હજી પણ આ લિસ્ટમાં આગળ છે : સલમાનનો શો ટૉપ-ફાઇવમાંથી આઉટ

સલમાનનો શો ટૉપ-ફાઇવમાંથી આઉટ

સલમાનનો શો ટૉપ-ફાઇવમાંથી આઉટ

સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયલિટી શો ‘બિગ બૉસ 15’ ટીઆરપીની રેસમાંથી બહાર નીકળી ગયો છે. ૪૫મા અઠવાડિયાના ટીઆરપી-લિસ્ટમાં સલમાનના શોનો સમાવેશ ટૉપ-ફાઇવમાં પણ નથી કરવામાં આવ્યો. રૂપાલી ગાંગુલીનો ‘અનુપમા’ આ લિસ્ટમાં ટૉપ પર છે. એ છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી પ્રથમ ક્રમે છે. નવા-નવા ટ્વિસ્ટ ઍન્ડ ટર્નને કારણે એ શોએ લોકોને જકડી રાખ્યા છે. નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા અને આયેશા સિંહનો ‘ઘૂમ હૈ કિસી કે પ્યાર મેં’ આ લિસ્ટમાં બીજા ક્રમે છે. અંકિત ગુપ્તા, કરણ વી. ગ્રોવર, પ્રિયંકા ચાહર ચૌધરી અને અન્ય ઍક્ટર્સનો શો ‘ઉદારિયાં’ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. સુમ્બુલ તૌકીર અને ગશ્મીર મહાજનીનો શો ‘ઇમલી’ને એક વર્ષ થયું હોવા છતાં એ લોકોને ખૂબ ગમી રહ્યો છે અને ટીઆરપીના ચાર્ટમાં એ ચોથા ક્રમે છે. ટૉપ-ફાઇવના આ લિસ્ટમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ પાંચમા ક્રમે છે. સલમાન ખાનનો શો ‘બિગ બૉસ’ મોટા ભાગે આ લિસ્ટમાં હોય છે, પરંતુ આ વખતે એ ગાયબ છે. આ શોમાં ઘણી જાણીતી સેલિબ્રિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં શોને જોઈએ એટલી ટીઆરપી નથી મળી રહ્યા.

19 November, 2021 03:30 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

28 November, 2021 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કરણી એવી ભરણી

તેજસ્વી પ્રકાશને ડોનલ સાથે કરેલા ખરાબ વર્તન જેવો જ વ્યવહાર પોતાની સાથે થયો ત્યારે તે રડી પડી અને સોશ્યલ મીડિયા પર એને કર્મા કહી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે

23 November, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

બ્રાઇડ-ટુ-બી

આ બૅચલર પાર્ટીમાં અંકિતાએ બ્રાઇડ-ટુ-બીનો સૅશ પહેર્યો હતો. વાઇન કલરના વન પીસમાં તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. આ પાર્ટીમાં તેણે કેક-કટિંગની સાથે ખૂબ ડાન્સ પણ કર્યો હતો

18 November, 2021 03:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK