Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રૂપાલી ગાંગુલીએ સ્વર્ગસ્થ પિતાની યાદમાં કર્યું વૃક્ષારોપણ

રૂપાલી ગાંગુલીએ સ્વર્ગસ્થ પિતાની યાદમાં કર્યું વૃક્ષારોપણ

Published : 08 May, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘અનુપમા’ જેવા શોથી ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અલગ-અલગ સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચાર વ્યક્ત કરવા માટે જાણીતી છે. હાલમાં રૂપાલીએ પાંચમી જૂને આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસ પહેલાં શરૂ કરાયેલા એક ખાસ અભિયાનમાં ભાગ લીધો હતો.

રૂપાલી ગાંગુલીએ સ્વર્ગસ્થ પિતાની યાદમાં કર્યું વૃક્ષારોપણ

રૂપાલી ગાંગુલીએ સ્વર્ગસ્થ પિતાની યાદમાં કર્યું વૃક્ષારોપણ


‘અનુપમા’ જેવા શોથી ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અલગ-અલગ સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચાર વ્યક્ત કરવા માટે જાણીતી છે. હાલમાં રૂપાલીએ પાંચમી જૂને આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસ પહેલાં શરૂ કરાયેલા એક ખાસ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાનમાં તેણે પોતાના સ્વર્ગસ્થ પિતાની યાદમાં એક વૃક્ષ રોપ્યું હતું અને લોકોને પણ ધરતીને બચાવવા તથા એની હરિયાળી વધારવા માટે અપીલ કરી છે.
સોશ્યલ મીડિયામાં રૂપાલીએ શૅર કરેલા આ વિડિયોમાં તે વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી જોવા મળે છે. આ વિડિયો સાથે રૂપાલી ગાંગુલીએ લાંબી કૅપ્શન લખી છે અને એમાં કહ્યું હતું કે ‘આ અભિયાનનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત હતી. મને વૃક્ષ રોપવાની તક મળી અને વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆતનો ભાગ બનવાનો અનુભવ મારા માટે ખાસ રહ્યો. મારા પિતાના નામે વૃક્ષ રોપવાથી આ ક્ષણ વધુ ભાવુક અને યાદગાર બની ગઈ હતી. આ ધરતીએ આપણને જીવન માટે જરૂરી દરેક વસ્તુ આપી છે અને હવે એની કાળજી લેવાની જવાબદારી આપણી છે. હું દરેકને અપીલ કરું છું કે આપણે સૌ મળીને દુનિયાને વધુ હરિયાળી, સ્વસ્થ અને જીવનથી સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરીએ. દરેક વૃક્ષ મહત્ત્વનું છે અને દરેક નાનું પગલું મોટો બદલાવ લાવી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK