કારના શોરૂમમાં રૂપાલીના ફોટોનાં કટઆઉટ પણ લગાવેલાં હતાં

રૂપાલી ગાંગુલીએ ખરીદી આલિશાન મર્સિડીઝ કાર
રૂપાલી ગાંગુલીએ હાલમાં જ શાનદાર મર્સિડીઝ કાર ખરીદી લીધી છે. એની નાનકડી વિડિયો ક્લિપ તેણે શૅર કરી છે. તેની સાથે પરિવાર પણ હાજર છે. તે કારની પૂજાવિધિ અને આરતી કરે છે. બાદમાં તેનો હસબન્ડ અશ્વિન વર્મા કાર આગળ નાળિયેર ફોડે છે. તેનો દીકરો રુદ્રાંશ પણ હાજર છે. એ વખતે તેમણે કેક-કટિંગ પણ કર્યું હતું. કારના શોરૂમમાં રૂપાલીના ફોટોનાં કટઆઉટ પણ લગાવેલાં હતાં. સાથે જ પોતાની ખુશી દેખાડતાં રૂપાલી ડાન્સ કરીને ઝૂમી ઊઠે છે. આ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રૂપાલી ગાંગુલીએ કૅપ્શન આપી હતી, ‘આભાર, જય માતા દી. જય મહાકાલ. મને સપનાં જોવા માટે સાહસ આપવા માટે અશ્વિન વર્મા, થૅન્ક યુ. મારાં સપનાંઓને વાસ્તવિકતામાં બદલવા માટે તારો આભાર. રુદ્રાંશ વર્મા મારો સૌથી મોટો આશીર્વાદ છે અને સપનાંઓને હકીકતમાં બદલવા માટે આભાર.’

