સિઝન 1 માં ‘બ્લૂપાઇન ઇન્ડસ્ટ્રી’ (BluePine Industries) નામની કંપનીને ‘ફ્રોઝન મોમોસના’ બિઝનેસ આઇડિયા માટે રૂપિયા 75 લાખની ડીલ 16 ટકા ઇક્વિટી માટે મળી હતી જે સિઝન 1 ની સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ ડીલ હતી.

શાર્ક ટેન્ક ઈન્ડિયા (ફાઇલ તસવીર)
2021માં આવેલી શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સિઝન (Shark Tank India Season 2) પણ દર્શકો દ્વારા ખુબજ લોકપ્રિય થઈ રહી છે. શૉની પહેલી સિઝનમાં અશ્નીર ગ્રોવરના અનેક વિવાદાસ્પદ નિવેદનોને લઈને આ શૉએ એક સ્ટ્રૉન્ગ ઑડીયન્સ મેળવી. આ શૉમાં કૉન્ટેસ્ટન્ટ પોતાના બિઝનેસ અને સ્ટાર્ટઅપ પ્લાન લઈને ભારતના ટૉપ કંપનીઓના ઑન્ત્રપ્રિન્યોર સામે રજૂ કરીને તેમને સ્ટાર્ટઅપ પ્લાનમાં રોકાણ (Invest) કરવા આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. આ શૉની મદદથી ભારતમાં અનેક નવા બિઝનેસ અને સ્ટાર્ટઅપ આઇડિયાને વેગ મળ્યો અને અનેક નવી કંપનીઓ લોકોની નજરે ચડી છે.
શાર્ક ટેન્ક ઈન્ડિયામાં ખુબ જ ઓછું એવું બનતું હોય છે કે શાર્ક્સ કૉન્ટેસ્ટન્ટની ડીલમાં રોકાણ કરવા રાજી થાય છે. મોટાભાગે કૉન્ટેસ્ટન્ટને તેમની મનપસંદ રકમ મેળવવામાં ખુબ જ મુશ્કેલી આવતી હોય છે. જ્યારે આ શૉના બધા શાર્ક્સ કોઈ ડીલમાં રોકાણ કરે તે ખુબ જ ઓછું જોવા મળ્યું છે. સિઝન 1 માં ‘બ્લૂપાઇન ઇન્ડસ્ટ્રી’ (BluePine Industries) નામની કંપનીને ‘ફ્રોઝન મોમોસના’ બિઝનેસ આઇડિયા માટે રૂપિયા 75 લાખની ડીલ 16 ટકા ઇક્વિટી માટે મળી હતી જે સિઝન 1 ની સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ ડીલ હતી.
આ પણ વાંચો : Viral Video: કિઆનુ રીવ્ઝના આવા વિચિત્ર વીડિયો જોઈને ફેન્સ થયા નારાજ
શાર્ક ટેન્કની સિઝન 2 ને આવીને 15 એપિસોડ થઈ ગયા છે. સોનીટીવીના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ શૉનો પ્રોમો વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળે છે કે એક કૉન્ટેસ્ટન્ટના આઇડિયામાં રોકાણ કરવા શાર્ક્સ તેને બ્લેન્ક ચેક, ઑપન ડીલ આપવા માટે તૈયાર થઈ ગયા છે, આ એપિસોડ સોમવારે સોનીટીવી પર રાતે 10 કલાકે સ્ટ્રીમ કરવામાં આવશે.
View this post on Instagram
સોનીટીવીના પ્રોમો પ્રમાણે એપિસોડમાં કૉન્ટેસ્ટન્ટની ડીલ શું હશે તે બતાવવામાં નથી આવ્યું પણ એક વાત સાચી છે કે આ ડીલ ખૂબ જ રસપ્રદ અને એક્સાઈટિંગ થશે જેથી દર્શકોમાં શૉને જોવાની આતુરતા વધશે. પ્રોમોની શરૂઆતમાં શાર્ક પીયૂષ બંસલ કૉન્ટેસ્ટન્ટને કહે છે કે “તમે શાર્ક ટેન્કમાં 50લાખ રૂપિયા લેવા આવ્યા હતા હું તમને 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છું અને એ પણ તમારી શરત પ્રમાણે”. આ વાત ને લઈને બોટ કંપનીના ચૅરમેન અમન ગુપ્તાએ પીયૂષ બંસલની ઑફર સામે કૉન્ટેસ્ટન્ટને કહ્યું “હું તમને હમણાં જ બ્લેન્ક ચૅક આપવા તૈયાર છું.” આ ઑફર સંભળી બાકીના શાર્ક્સ વચ્ચે વિવાદિત ચર્ચા થતી જોવા મળે છે. શૉમાંથી અશ્નીર ગ્રોવરને કાઢી નાખ્યા પછી આ શૉની ટીઆરપી (TRP) ઓછી થઈ ગઈ છે પણ એવું લાગી રહ્યું છે કે આ એપિસોડમાં દર્શકોને રસ પડશે.