Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ભવિષ્યની ખબર નથી, પરંતુ હાલમાં મારા શોમાં બિઝી છું

ભવિષ્યની ખબર નથી, પરંતુ હાલમાં મારા શોમાં બિઝી છું

01 June, 2024 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ધ કપિલ શર્મા શો’માં પાછો ફરશે કે નહીં એ વિશે અલી અસગરે કહ્યું...

અલી અસગર

અલી અસગર


કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા’ નેટફ્લિક્સ પર દર શનિવારે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. એ શોમાં અલી અસગર નથી. આમ છતાં લોકો તેને ભરપૂર પ્રેમ આપે છે. તે છેલ્લે ૨૦૧૭માં ‘ધ કપિલ શર્મા’ શોમાં દેખાયો હતો. એમાં દાદી અને નાનીના રોલમાં અલીએ લોકોને ખૂબ હસાવ્યા હતા. બન્ને વચ્ચે મતભેદ થતાં અલીએ એ શો છોડી દીધો હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે ફરીથી કપિલ શર્મા સાથે કામ કરવાનો છે? તો જવાબ આપતાં અલી કહે છે, ‘આ તો દર્શકોનો પ્રેમ છે કે તેઓ આ શોમાં સતત મારા કમબૅકની રાહ જુએ છે. મારું કામ લોકોને ગમ્યું એ માટે હું ભગવાનનો આભારી છું. સાથે જ કપિલનો પણ આભારી છું કે હું એક એવા શોનો ભાગ બન્યો હતો જેમાં હું હાલમાં કામ નથી કરતો છતાં લોકોનો મને પ્રેમ મળી રહ્યો છે. એ માટે દર્શકોનો પણ આભાર. ભવિષ્યની તો મને જાણ નથી, પરંતુ હાલમાં તો હું મારા ચૅટ-શો ‘ચડ્ડી બડી’માં બિઝી છું. મારો બડી બખ્તિયાર ઈરાની મને છોડવા તૈયાર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2024 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK