Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘અનુપમા’ને પછાડીને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ પહેલા નંબરે

‘અનુપમા’ને પછાડીને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ પહેલા નંબરે

15 May, 2021 11:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નંબર-વનનું સ્થાન ગુમાવતાં ‘અનુપમા’ની લીડ ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ આપેલી પ્રતિક્રિયામાં શું કહ્યું?

‘અનુપમા’ને પછાડીને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ પહેલા નંબરે

‘અનુપમા’ને પછાડીને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ પહેલા નંબરે


સ્ટાર પ્લસની સિરિયલ ‘અનુપમા’ ઘણા સમયથી દર્શકો ઉપરાંત ટીઆરપી-લિસ્ટમાં પણ રાજ કરતી હતી, પણ આ વખતે ‘અનુપમા’ પહેલા નંબરેથી ખસીને બીજા નંબરે આવી ગઈ છે અને પહેલા ક્રમાંકે સ્ટાર પ્લસના જ શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’એ બાજી મારી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં લૉન્ચ થયેલી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ખાસ તો ૧૫થી ૨૧ વર્ષની મહિલાઓમાં વધુ લોકપ્રિય બની છે. મહિલાઓ આ શોના કૅરૅક્ટર સઈ (આયશા સિંહ) અને વિરાટ (નીલ ભટ્ટ) સાથે પોતાને કનેક્ટ કરી શકે છે. એસીપી વિરાટ ચૌહાણનો લીડ રોલ કરતા નીલ ભટ્ટનું કહેવું છે કે ‘હું હંમેશાં એવું માનું છું કે સ્ક્રિપ્ટ રાજા છે. એક સારી સ્ક્રિપ્ટ ૯૦ ટકા સફળતા આપે છે અને બાકી ટીમવર્ક, કલાકારોનો પર્ફોર્મન્સ અને રિલેટેબલ પાત્રો થકી શો સફળ થાય છે.’
તો ‘અનુપમા’ એટલે કે રૂપાલી ગાંગુલીએ આ બાબતે પ્રતિક્રિયા આપી કે ‘સારું છે. ક્યારેક અન્ય શોને પણ મોકો મળે! ઍક્ચ્યુઅલી મારી અને આશિષ (અનુપમાનો ઑન-સ્ક્રીન દીકરો)ની તબિયત સારી ન હોવાથી રાઇટર્સને મુખ્ય વાર્તાથી થોડું હટવું પડ્યું હતું એટલે તેમને માટે એ પિરિયડ થોડો મુશ્કેલ હતો. છતાં અમારી વ્યુઅરશિપમાં બહુ ફરક નથી પડ્યો એ સારી વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2021 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK