બિગ બૉસ 13ની પ્રાઇઝ-મની હશે એક કરોડ?
સલમાન ખાન
સલમાન ખાનના વિવાદાસ્પદ રિયલિટી શો ‘બિગ બૉસ 13’ની પ્રાઇઝ-મની વધારવામાં આવશે એવી ચર્ચા છે. આ શોની ૧૩મી સીઝનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ શોનો સેટ દર વર્ષે લોનાવલામાં બને છે, પરંતુ આ વર્ષે મુંબઈમાં બનાવવામાં આવશે એવી ચર્ચા છે. સલમાન તેની ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરી રહ્યો છે અને તેને સહેલું પડે એ માટે આ વખતે મુંબઈને ટાર્ગેટ કરવામાં આવ્યું છે તેમ જ શો તેની પ્રાઇઝ-મનીને લઈને હાલમાં ચર્ચામાં છે. આ શોમાં અત્યાર સુધી વિજેતાને ૫૦ લાખ રૂપિયાનું પ્રાઇઝ આપવામાં આવતું હતું.
આ પણ વાંચો : શ્વેતા તિવારીના પતિની ધરપકડ
ADVERTISEMENT
જોકે ઓછી પ્રાઇઝ હોવાને કારણે મોટી સેલિબ્રિટી એમાં ભાગ નથી લઈ રહી. શો-બિઝનેસના જાણીતા ચહેરાઓને આકર્ષવા માટે આ શોની પ્રાઇઝ વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી હોવાની ચર્ચા છે.