Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધનવાન ભારત પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, આપકી આવાઝ પાર્ટી, વીરોં કે વીર ઇન્ડિયા પાર્ટી

ધનવાન ભારત પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, આપકી આવાઝ પાર્ટી, વીરોં કે વીર ઇન્ડિયા પાર્ટી

06 May, 2024 07:49 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ છે અને ડ્રાઇવરોના નામે પણ જન સેવા ડ્રાઇવર પાર્ટી ચૂંટણી જંગમાં છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં તમે નામ સાંભળ્યાં ન હોય એવી પાર્ટીઓના ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ધનવાન ભારત પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, આપકી આવાઝ પાર્ટી, વીરોં કે વીર ઇન્ડિયા પાર્ટી સહિત અવનવાં નામો ધરાવતી લગભગ ૪૦ જેટલી પાર્ટીઓએ તેમના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો ગુજરાતના ગૌરવ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ છે અને ડ્રાઇવરોના નામે પણ જન સેવા ડ્રાઇવર પાર્ટી ચૂંટણી જંગમાં છે.

ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સહિતના જાણીતા રાજકીય પક્ષોનાં નામ આપણે સાંભળ્યાં હશે, પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૨૫ બેઠકો પર અવનવી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સર્વ સમાજ જનતા પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, રાઇટ ટુ રિકૉલ પાર્ટી, રાષ્ટ્રીય પાવર પાર્ટી, હિન્દવી સ્વરાજ્ય દલ, ભારત આદિવાસી પાર્ટી, ભારતીય યુવા જન એકતા પાર્ટી, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ, રાષ્ટ્ર નિર્માણ પાર્ટી, અખિલા વિજયા પાર્ટી, ભારતીય જન પરિષદ, ઇન્સાનિયત પાર્ટી, લોગ પાર્ટી, ગુંજ સત્યની જનતા પાર્ટી, પ્રજાતંત્ર આધાર પાર્ટી, આદી ભારત પાર્ટી, પ્રજાતંત્ર આધાર પાર્ટી, યુથ ઇન્ડિયા પીસ પાર્ટી, સ્વરાજ ક્રાન્તિ પાર્ટી, ભારતીય જન પરિષદ, જન સેવા ડ્રાઇવર પાર્ટી, ગુજરાત લોકતંત્ર પાર્ટી, મિશન ઑલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ જસ્ટિસ પાર્ટી, ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી, રાષ્ટ્ર નિર્માણ પાર્ટી, વીરોં કે વીર ઇન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી, આપકી આવાઝ પાર્ટી, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી, ગરીબ કલ્યાણ પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી, ભારતીય જન પરિષદ, ભારતીય જનનાયક પાર્ટી, ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી, આમ જનતા પાર્ટી, ધનવાન ભારત પાર્ટી, ભારતીય નૅશનલ જનતા દળ, સાથ સહકાર વિકાસ પાર્ટી, હિન્દ રાષ્ટ્ર સંઘ, સત્યવાદી રક્ષક પાર્ટી, માલવા કૉન્ગ્રેસ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અને ગરીબ કલ્યાણ પાર્ટી. 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 07:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK