શ્વેતા તિવારીના પતિની ધરપકડ

Published: Aug 13, 2019, 12:50 IST | મુંબઈ

18 વર્ષની સાવકી પુત્રીને અશ્લીલ ફોટો બતાવીને મારપીટ કરી

શ્વેતા તિવારી
શ્વેતા તિવારી

જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલીની સમતાનગર પોલીસે રવિવારે મોડી રાત્રે ૧૮ વર્ષની સાવકી પુત્રીને અશ્લીલ ફોટો બતાવવાની સાથે તેની મારપીટ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. શ્વેતા તિવારીએ પતિ સામે શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલી (ઈસ્ટ)માં ૧૮ વર્ષની પુત્રી અને પતિ અભિનવ કોહલી સાથે રહેતી અભિનેત્રી શ્વેતા તિવારી પુત્રી સાથે રવિવારે રાત્રે પોલીસ-સ્ટેશન પહોંચી હતી. અહીં તેણે રડતાં-રડતાં પોતાની સાથે કરાયેલા વર્તનનું વર્ણન કર્યું હતું. શ્વેતાએ નોંધાવેલી ફરિયાદને આધારે અભિનવ કોહલીની ધરપકડ કરવામાં આવી હતી.

શ્વેતા તિવારીએ નોંધાવેલી ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેનો પતિ અભિનવ કોહલી નશામાં ઘણી વાર પુત્રીની મારપીટ કરતો હતો. અભિનવ મોબાઇલમાં મૉડલોના અશ્લીલ ફોટા પુત્રીને બતાવતો હતો. આ ઉપરાંત તે પુત્રીને અપશબ્દો પણ કહેતો હતો. 

શ્વેતાની ફરિયાદને આધારે પોલીસે અભિનવને પૂછપરછ માટે પોલીસ-સ્ટેશન બોલાવ્યો હતો અને ચાર કલાકની પૂછપરછ બાદ પોલીસે તેની આઇપીસીની કલમો ૩૫૪એ, ૩૨૩, ૫૦૪ અને ૫૦૯ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : તારક મહેતામાં દિશા વાકાણીની વાપસી પર નવો ટ્વિસ્ટ, દિલીપ જોશીએ કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી શ્વેતા તિવારીએ પહેલા પતિ રાજા ચૌધરી સાથેના સંબંધ વણસ્યા બાદ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે બીજાં લગ્નમાં પણ શ્વેતા તિવારી સુખી ન હોવાનું તેના બીજા પતિ અભિનવ કોહલી સામે પોલીસ ફરિયાદ પરથી જણાઈ આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK