28 વર્ષીય સુપરમોડેલની 10 જુલાઈના રોજ ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાનગી વિમાનમાં મિત્ર સાથે કેમેન આઈલેન્ડ પહોંચ્યાં બાદ ધરપકડ કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
અમેરિકન સુપરમોડલ જીજી હદીદ (Gigi Hadid Arrested) તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે વાત અલગ છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર જીજી હદીદ (Gigi Hadid Arrested)ની ગાંજો રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 28 વર્ષીય સુપરમોડેલની 10 જુલાઈના રોજ ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાનગી વિમાનમાં મિત્ર સાથે કેમેન આઈલેન્ડ પહોંચ્યાં બાદ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવી હતી.
જીજી હદીદની ડ્રગ્સ રાખવા બદલ ધરપકડ
ADVERTISEMENT
ઇ! સમાચારે સ્થાનિક આઉટલેટ કેમેન માર્લ રોડના એક સમાચારને ટાંકીને જણાવ્યું હતું કે હદીદ અને તેનો મિત્ર ખાનગી વિમાનમાં પહોંચ્યાં તેનાં થોડા સમય બાદ કસ્ટમ અધિકારીઓને કથિત રીતે તેમના સામાનમાં ગાંજો અને ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ટોલ્સ મળી આવ્યા હતા. આઉટલેટે અહેવાલ આપ્યો હતો કે હદીદ અને તેના મિત્રને ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રીની આયાતની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
તેમને કેદી અટકાયત કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. કેમેન માર્લ રોડ અનુસાર, ગાંજો (Drugs) અને તેના સેવન માટે ઉપયોગમાં લેવાતા સાધનો બંને મુસાફરોના સામાનની શોધ દરમિયાન મળી આવ્યા હતા. જથ્થો ન્યૂનતમ હતો અને વ્યક્તિગત ઉપયોગ માટે હોવાનું જણાયું હતું.
જીજી હદીદ જામીન પર મુક્ત
સમાચાર આઉટલેટે જણાવ્યું હતું કે જીજી હદીદ (Gigi Hadid Arrested) અને તેના મિત્ર મેકકાર્થી 12 જુલાઈ, 2023નાં રોજ સમરી કોર્ટમાં હાજર થયાં હતાં અને તેમના પર આરોપ મૂકવામાં આવ્યાં હતાં. તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને તેમને એક હજાર ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બાબતે જીજી હદીદ (Gigi Hadid Arrested)ની ટીમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સુપર મોડલ મારિજુઆના સાથે મુસાફરી કરી રહી હતી. તેણીએ ન્યૂયોર્કથી સત્તાવાર રીતે તેને દવાની જેમ ખરીદ્યું હતું. તે 2017થી ગ્રાન્ડ કેમેનમાં તબીબી ઉપયોગ માટે કાયદેસર છે. તેનો રેકોર્ડ સ્વચ્છ છે અને આ ઘટના બાદ તેણે ટાપુ પર વેકેશન પણ માણ્યું હતું.”
લિયોનાર્ડોને ડેટ કરે જીજી
જીજી હદીદ (Gigi Hadid Arrested) છેલ્લાં કેટલાક સમયથી તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો તે `ટાઈટેનિક`ના એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયોને ડેટ કરી રહી છે. લિયોનાર્ડો અને કેમિલા મોરોન તેમના ચાર વર્ષનાં સંબંધ બાદ છૂટા પડી ગયાં ત્યાર બાદ તરત જ જીજી હદીદ સાથે અભિનેતાના સંબંધના સમાચાર પ્રકાશમાં આવ્યાં હતાં. બંને ઘણી ઈવેન્ટ્સમાં પણ સાથે જોવા મળ્યાં છે.


