આ વર્ષની શરૂઆતમાં તેમની વચ્ચે રોમૅન્સની ચર્ચા ચાલી હતી. જોકે ત્યાર બાદ લિયોનાર્ડો અન્ય મહિલાઓ સાથે પણ જોવા મળતાં જીજી સાથેની ચર્ચાનો અંત આવ્યો હતો.
લિયોનાર્ડો ડીકૅપ્રિયો અને જીજી હદીદ
લિયોનાર્ડો ડીકૅપ્રિયો અને જીજી હદીદ એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા ઘણા સમયથી આવી રહી છે. તેઓ થોડા સમય પહેલાં સાથે સમય પસાર કરતાં જોવા મળ્યાં હતા. જોકે તેઓ હાલમાં જ લિયોનાર્ડોના પેરન્ટ્સ સાથે લંડનમાં ડિનર કરતાં જોવા મળ્યાં હતાં. આ વર્ષની શરૂઆતમાં તેમની વચ્ચે રોમૅન્સની ચર્ચા ચાલી હતી. જોકે ત્યાર બાદ લિયોનાર્ડો અન્ય મહિલાઓ સાથે પણ જોવા મળતાં જીજી સાથેની ચર્ચાનો અંત આવ્યો હતો. આ રેસ્ટોરામાં પહેલાં લિયોનાર્ડોના પિતા અને સ્ટેપમૉમે હાજરી આપી હતી. ત્યાર બાદ લિયોનાર્ડો આવ્યો હતો અને તેના પછી જીજીએ હાજરી આપી હતી.


