જીજીને ઊંચકીને વરુણ ધવને કિસ કરતાં તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ વાતની વચ્ચે જીજીએ કહ્યું કે વરુણ ધવને તેનું બૉલીવુડમાં આવવાનું સપનું પૂરું કર્યું છે.
જીજી હદીદ અને શાહરુખ ખાન
અમેરિકન સુપર મૉડલ જીજી હદીદે પહેરેલી આ સાડીને તૈયાર કરવામાં એક વર્ષ લાગ્યું હતું. આ ચિકનકારી સાડીને ફેમસ ફૅશન ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરી હતી. આ સાડી પહેરીને જીજી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની લૉન્ચિંગ ઇવેન્ટમાં પહોંચી હતી. તેનો આ દેસી અંદાજ લોકોને ખૂબ ગમી ગયો હતો. બે દિવસની આ ઇવેન્ટમાં તે ખૂબ આકર્ષક દેખાઈ હતી. શાહરુખ ખાન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જીજીએ કૅપ્શન આપી હતી, ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની આ ભવ્ય ઇવેન્ટમાં ભારતીય શિલ્પકળાનું સેલિબ્રેશન હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી રહી. એમાં ‘ઇન્ડિયા ઇન ફૅશન : ધ ઇમ્પૅક્ટ ઑફ ઇન્ડિયન ડ્રેસ ઍન્ડ ટેક્સટાઇલ્સ ઑન ધ ફૅશનેબલ ઇમૅજિનેશન’ના પ્રદર્શનને હમિશ બૉએલ્સે ક્યુરેટ કર્યું હતું. આ મારું સન્માન હતું અને અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા માસ્ટરપીસને દેખાડીને આનંદ થયો હતો. આ ચિકનકારી સાડીને ભારતના લખનઉમાં બનાવવામાં આવી હતી અને એને એક વર્ષ લાગ્યું હતું. દરેક મહિલાએ એને સ્પેશ્યલી સ્ટિચ કરી છે. તેમની કાર્યકુશળતા પ્રશંસનીય છે. હું એને કદી પણ નહીં ભૂલી શકું.’


