જીજી હદીદને કિસ કરવા પર ટ્રોલ થતાં વરુણે આવો જવાબ આપ્યો
જીજી હદીદને કિસ કરવા પર ટ્રોલ થતાં વરુણે આવો જવાબ આપ્યો
અમેરિકન મૉડલ જીજી હદીદને સ્ટેજ પર લાવવા અને કિસ કરવા પર ટ્રોલ થતાં વરુણ ધવને જણાવ્યું કે આ બધું પહેલેથી પ્લાન્ડ હતું. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની બીજા દિવસની ઇવેન્ટમાં બૉલીવુડના સિતારાઓએ પર્ફોર્મ કરીને એમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. એ વખતે પર્ફોર્મ કરતી વેળાએ વરુણે જીજીને સ્ટેજ પર ખેંચી લાવે છે અને તેને ઊંચકીને ફેરવી રહ્યો છે અને બાદમાં તેને કિસ પણ કરે છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એને લઈને કેટલાક લોકો વરુણની નિંદા કરી રહ્યા છે. એક મહિલાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું કે ‘જો તમે મહિલા હો તો તમે ક્યાંય પણ સલામત નથી. પછી ભલે તમે જીજી હદીદ હો. તમને એક પાર્ટીમાં ઇન્વાઇટ કરવામાં આવે છે, વરુણ ધવન જેવો વ્યક્તિ તમને ઊંચકે છે અને મજાકના નામે તમારી પરવાનગી વગર તમને કિસ પણ કરે છે.’
તો તેને જવાબ આપતાં ટ્વિટર પર વરુણે ટ્વીટ કર્યું કે ‘મને લાગે છે કે તું આજે જાગી છે. તારી કલ્પનાઓને વિરામ આપતાં તને જણાવવા માગું છું કે તેને સ્ટેજ પર લાવવાનું પહેલેથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.’જીજી હદીદને કિસ કરવા પર ટ્રોલ થતાં વરુણે આવો જવાબ આપ્યો


