આ ફિલ્મને વિવિધ કૅટેગરીમાં કુલ સાત અવૉર્ડ મળ્યા છે.
દીપિકા પાદુકોણ
BAFTAના અવૉર્ડ ફંક્શનમાં ‘ઓપનહાઇમર’ છવાઈ ગઈ હતી. આ ફિલ્મને વિવિધ કૅટેગરીમાં કુલ સાત અવૉર્ડ મળ્યા છે. તો ‘પુઅર થિંગ્સ’ને પાંચ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. સ્ટાર સ્ટડેડ આ ઇવેન્ટમાં વિવિધ સેલિબ્રિટીએ પોતાની અદા દેખાડી હતી. ધ બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સના પ્રેસિડન્ટ પ્રિન્સ ઑફ વેલ્સ વિલિયમે પણ હાજરી આપી હતી.
આ અવૉર્ડ ફંક્શનમાં મેમોરિયમ સેગમેન્ટ હોય છે. એમાં મૅથ્યુ પેરીને યાદ ન કરવામાં આવતાં આ શોની ખૂબ નિંદા કરવામાં આવી હતી. એથી BAFTA દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ વર્ષે ટેલિવિઝનના અવૉર્ડમાં તેમને અચૂક યાદ કરવામાં આવશે. મૅથ્યુ પેરી એ ઍક્ટર છે જેણે ટીવી શો ‘ફ્રેન્ડ્સ’ દ્વારા લોકોને ખૂબ હસાવ્યા હતા. ગયા વર્ષે ૫૪ વર્ષની ઉંમરે તેમનું લૉસ ઍન્જલસમાં અવસાન થયું હતું.
દીપિકાનો સ્વૅગ
BAFTA એટલે કે ધ બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સમાં દીપિકા પાદુકોણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. લંડનના રૉયલ ફેસ્ટિવલ હૉલમાં એનું આયોજન થયું હતું. ડિઝાઇનર સબ્યસાચીની ડિઝાઇન કરેલી ગોલ્ડ અને સિલ્વર કલરના કૉમ્બિનેશનની સીક્વન સાડીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે તે ખૂબ ગ્લૅમરસ દેખાઈ રહી હતી. તેને અવૉર્ડ પ્રેઝન્ટ કરવા માટે આમંત્રણ મળ્યું હતું. અગાઉ પણ તે ઇન્ટરનૅશનલ લેવલ પર ભારતની શાન વધારી ચૂકી છે. તેણે ‘ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ’ માટે ઍક્ટર જોનાથન ગ્લેઝરને બેસ્ટ ફિલ્મ નૉટ ઇન ધ ઇંગ્લિશ લૅન્ગ્વેજ માટે અવૉર્ડ પ્રેઝન્ટ કર્યો હતો.
ADVERTISEMENT
કોને કયો અવૉર્ડ મળ્યો? |
|
બેસ્ટ ફિલ્મ |
‘ઓપનહાઇમર’ |
લીડિંગ ઍક્ટર |
કિલિયન મર્ફી (‘ઓપનહાઇમર’) |
બેસ્ટ ડિરેક્ટર |
ક્રિસ્ટોફર નોલન (‘ઓપનહાઇમર’) |
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર |
રૉબર્ટ ડાઉની જુનિયર (‘ઓપનહાઇમર’) |
ઓરિજિનલ સ્કોર |
લુડવિગ ગોરાન્સન (‘ઓપનહાઇમર’) |
સિનેમૅટોગ્રાફી |
હોયત વૅન હોયતેમા (‘ઓપનહાઇમર’) |
એડિટિંગ |
જેનિફર લેમ (‘ઓપનહાઇમર’) |
લીડિંગ ઍક્ટ્રેસ |
એમા સ્ટોન (‘પુઅર થિંગ્સ’) |
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ |
ડ્વેઇન જૉય રેન્ડોલ્ફ (‘ધ હોલ્ડઓવર્સ’) |
સ્પેશ્યલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ |
‘પુઅર થિંગ્સ’ |
ઓરિજિનલ સ્ક્રીનપ્લે |
‘અનાટમી ઑફ અ ફૉલ’ |
રાઇઝિંગ સ્ટાર |
મિયા મૅક્કેન્ના (‘બ્રુસ’) |
મેકઅપ ઍન્ડ હેર |
નાદિયા સ્ટેકી, માર્ક કુલિયર, જોશ વેસ્ટોન (‘પુઅર થિંગ્સ’) |
કૉસ્ચ્યુમ ડિઝાઇન |
હોલી વેડિંગ્ટન (‘પુઅર થિંગ્સ’) |
આઉટસ્ટૅન્ડિંગ બ્રિટિશ ફિલ્મ |
જોનાથન ગ્લેઝર અને જેમ્સ વિલ્સન (ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ) |
પ્રોડક્શન ડિઝાઇન |
શોના હીથ, જેમ્સ પ્રાઇસ અને સુઝકા મિહાલેક (‘પુઅર થિંગ્સ’) |
સાઉન્ડ |
જૉની બર્ન, ટાર્ન વિલર્સ (ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ) |
ડૉક્યુમેન્ટરી |
સ્ટીસ્લાવ શેરનોવ, રેન એરોનસન રથ અને મિશેલ મિઝનેર (20 ડેઝ ઇન મારિયુપોલ) |
કાસ્ટિંગ |
સુઝૅન શૉપમેકર (‘ધ હોલ્ડઓવર્સ’) |