તામિલ અભિનેત્રી નિત્યા મેનન પણ બેસ્ટ ઍક્ટ્રેસ : કાંતારાનો રિષબ શેટ્ટી બેસ્ટ ઍક્ટર: ઊંચાઈ માટે બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ સૂરજ બડજાત્યાને : બેસ્ટ હિન્દી ફિલ્મ ગુલમોહર
‘ગુલમોહર’નું દૃશ્ય, ‘તિરુચિત્રમ્બલમ’માં નિત્યા મેનન, ‘કંતારા’માં રિષબ શેટ્ટી
ભારત સરકારના પ્રતિષ્ઠિત ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી છે. આ અવૉર્ડની જાહેરાત ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મો માટે કરવામાં આવી છે. એમાં ‘કાંતારા’ માટે રિષબ શેટ્ટીને બેસ્ટ ઍક્ટરના અવૉર્ડની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ જે જાન્યુઆરી ૨૦૨૩માં રિલીઝ થઈ હતી એના માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસના અવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. માનસી આ અવૉર્ડ ૨૦૨૨માં આવેલી તામિલ ફિલ્મ ‘તિરુચિત્રમ્બલમ’ની ઍક્ટ્રેસ નિત્યા મેનન સાથે શૅર કરવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બૉલીવુડની કોઈ ઍક્ટ્રેસનું નામ નૅશનલ ફિલ્મ અવૉર્ડ માટે જાહેર નથી કરવામાં આવ્યું. સાથે જ ૨૦૨૩માં ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુલમોહર’ને બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. રાહુલ વી. ચિટ્ટેલાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં મનોજ બાજપાઈ અને શર્મિલા ટાગોર લીડ રોલમાં હતાં.
ભારત સરકાર દ્વારા ભારતીય કળા અને વારસાને પ્રોત્સાહન આપવા માટે ૧૯૫૪માં આ અવૉર્ડની શરૂઆત કરવામાં આવી હતી. ૭૦મો નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ અને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ આ વર્ષે ઑક્ટોબરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવશે.
ADVERTISEMENT
સ્પેશ્યલ મેન્શન અવૉર્ડ |
મનોજ બાજપાઈ (ગુલમોહર) |
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર |
પ્રીતમ (બ્રહ્માસ્ત્ર) |
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર ઇન શૉર્ટ ફિલ્મ |
વિશાલ ભારદ્વાજ (ફુર્સત) |
બેસ્ટ મેલ સિંગર |
અરિજિત સિંહ (‘બ્રહ્માસ્ત્ર’નું કેસરિયા) |
બેસ્ટ ફિલ્મ ઇન ઍનિમેશન |
બ્રહ્માસ્ત્ર |
બેસ્ટ કન્નડા ફિલ્મ |
KGF : ચૅપ્ટર 2 |
બેસ્ટ ઍક્શન ડિરેક્શન |
KGF : ચૅપ્ટર 2 |
બેસ્ટ તામિલ ફિલ્મ |
પોન્નિયિન સેલ્વન 1 |
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ |
નીના ગુપ્તા (ઊંચાઈ) |
બેસ્ટ તેલુગુ ફિલ્મ |
કાર્તિકેય 2 |
બેસ્ટ ફીચર ફિલ્મ |
આટ્ટમ (મલયાલમ) |
બેસ્ટ મરાઠી ફિલ્મ |
વાળવી |
બેસ્ટ ડૉક્યુમેન્ટરી |
મરાઠી ફિલ્મ મર્મર્સ આૅફ ધ જંગલ |