° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


21મું ટિફિન ફેમ અભિનેત્રી નીલમ પાંચાલ કોરોના સંક્રમિત, શૅર કરી આ રસપ્રદ રીલ

10 January, 2022 11:21 PM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

21મું ટિફિન અને હેલ્લારો ફેમ અભિનેત્રી નીલમ પંચાલ કોરોના સંક્રમિત થઈ છે આ વાતની માહિતી તેમણે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી રીલ પોસ્ટ શૅર કરીને આપી છે.

નીલમ પંચાલ (તસવીર સૌજન્ય નીલમ પંચાલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

નીલમ પંચાલ (તસવીર સૌજન્ય નીલમ પંચાલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

દેશમાં કોરોના પોતાની તીવ્ર ગતિએ પગપેસારો કરી રહ્યો છે ત્યારે રાજકારણીઓથી લઈને સેલેબ્સ અને સામાન્ય માનવીઓ કોઈપણ આનાથી બાકાત નથી. 21મું ટિફિન ફેમ ગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ વાતની માહિતી અભિનેત્રીએ પોતે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક મનોરંજક રીલ શૅર કરતાંની સાથે આપી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niilam Paanchal ? (@niilampaanchal)

પોતે કોવિડ સંક્રમિત હોવાની માહિતી શૅર કરવાની જે રીત છે તે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. અભિનેત્રીએ પોસ્ટમાં એક રીલ શૅર કરી છે આ રીલમાં `વો આ ગયા` ગીત વાગી રહ્યું છે અને આ ગીતની ઉપર અને નીચે અભિનેત્રીએ કૅપ્શન જોડ્યું છે જેમાં લખેલું છે કે "ફાઇનલી જ્યારે કોરોના નીલમને મળ્યો.... " અને આ રીલની નીચે અભિનેત્રીએ લખ્યું છે કે તે કોરોના પૉઝિટીવ છે. આની સાથે જ અભિનેત્રીએ લખ્યું છે કે, "મિત્રો હું એકદમ સ્વસ્થ છું એટલે ચિંતા નહીં કરતાં અને હા મારી માટે પ્રાર્થના કરતા રહેજો. ઇશ્વરની આભારી છું કે નિહિરા કોવિડ નેગેટિવ છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niilam Paanchal ? (@niilampaanchal)

આ પોસ્ટ પછી અભિનેત્રીએ વધુ એક પોસ્ટ શૅર કરી છે. બીજી પોસ્ટમાં પણ અભિનેત્રીએ મીમ રીલ શૅર કરી છે જેમાં તેમણે કૅપ્શન આપ્યું છે કે, "બે વર્ષથી કોવિડને ચકમો આપી રહી હતી પણ તેમ છતાં તે હાથ ધોઈને પાછળ પડ્યો હતો.... ફાઇનલી નીલમે હા પાડી દીધી." આ પોસ્ટની સાથે તેમણે પોતાની કૂળદેવી મા ચામુંડા સાથે હોવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે પોતાના ચાહકો માટે લખ્યું છે કે, "હું કોવિડ સાથે મારી રીતે લડી રહી છું. ગમે તેવી પરિસ્થિતિ માં પણ મોજ મા રહેવાનું કારણકે માં ચામુંડા સદાય સાથ છે " અભિનેત્રીએ આ પોસ્ટની સાથે ઘણાં હેશટૅગ વાપર્યા છે. 

જણાવવાનું કે બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી પણ અનેક સિતારાઓ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને કોવિડને માત આપી ચૂક્યા છે. 

10 January, 2022 11:21 PM IST | Mumbai | Shilpa Bhanushali

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

હોલી સૉન્ગના શૂટિંગમાં થયેલો સીન ક્યારેય નહીં ભુલાય

આ હોલી સૉન્ગમાં ઘણા બધા આર્ટિસ્ટ એવા હતા જેઓ ફિલ્મમાં નહોતા. શ્રદ્ધા ડાંગર તો ફિલ્મમાં હતી અને સૉન્ગમાં પણ હતી.

14 August, 2022 01:23 IST | Mumbai | Bhavya Gandhi
ઢોલીવૂડ સમાચાર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ લાવશે મોરબી પૂરહોનારત પર આધારિત ફિલ્મ ‘મચ્છુ’?

એ ફિલ્મનું વીએફએક્સનું કામ છેલ્લાં ત્રણ વર્ષથી ચાલે છે અને હજુ પણ છ મહિના લાગવાના છે

07 August, 2022 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઢોલીવૂડ સમાચાર

‘ફક્ત મહિલાઓ માટે’ પરિવારને થિયેટર સુધી ચોક્કસ ખેંચી લાવશે : આનંદ પંડિત

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો કૅમિયો છે

04 August, 2022 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK