સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા તેમની નવી ફિલ્મ ‘ગૂગલી’ની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ રાંદેરિયા તેમની કુમાર મંગત પાઠક અને પૅનોરમા બૅનર સાથેની ‘હું અને તું’ લઈને આવી રહ્યા છે
સિદ્ધાર્થ રાંદેરિયા, કુમાર મંગત પાઠક અને મુરલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘હું અને તું’નું ટ્રેલર અજય દેવગન દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ફિલ્મની કાસ્ટ સાથે ડિરેક્ટર મનન સાગરે પણ હાજરી આપી હતી. તસવીર: હર્ષ દેસાઈ
સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા તેમની નવી ફિલ્મ ‘ગૂગલી’ની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ રાંદેરિયા તેમની કુમાર મંગત પાઠક અને પૅનોરમા બૅનર સાથેની ‘હું અને તું’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર-લૉન્ચ અજય દેવગન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેલર-લૉન્ચ દરમ્યાન સિદ્ધાર્થ રાંદેરિયાએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘અમે આજે જ ફાઇનલ કર્યું છે કે અમે પૅનોરમા બૅનર હેઠળ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ જેનું નામ ‘ગૂગલી’ છે. આ ફિલ્મને વિનોદ સરવૈયા દ્વારા લખવામાં આવી છે અને ફિલ્મને ધવલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મની ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી વિકી દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ પંદરમી સપ્ટેમ્બરે કરવામાં આવશે અને ૩૦ દિવસની અંદર એનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. આ ફિલ્મને આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે. આ એક સુંદર સ્ટોરી છે અને કુમાર મંગત સાથે મળીને અમે નવી ફિલ્મ બનાવીશું.’
7
ADVERTISEMENT
ફિલ્મમેકર કુમાર મંગત પાઠક દ્વારા કહેવામાં આવ્યું કે આટલી મિનિટની અંદર ‘હું અને તું’ની ડીલ ફાઇનલ કરવામાં આવી હતી. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ૩ મિનિટ સ્ક્રિપ્ટ પર વાત થઈ હતી, બે મિનિટ ગૉસિપ કરી હતી અને બાકીની બે મિનિટમાં ફિલ્મની ડીલ ફાઇનલ કરવામાં આવી હતી.
‘ગુજ્જુભાઈ 3’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે
સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ગુજ્જુભાઈ 3’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ અને ‘ગુજ્જુભાઈ : મોસ્ટ વૉન્ટેડ’ બાદ આ સિરીઝની ત્રીજી ફિલ્મની રાહ જોવાઈ રહી છે. આ વિશે પૂછતાં સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે ‘મારી ‘ગુજ્જુભાઈ’ અને ‘બુશર્ટ ટીશર્ટ’ માટે હું ક્રેડિટ મારા દીકરા ઈશાન રાંદેરિયાને આપીશ. તેણે જ કહ્યું હતું કે આ પાત્ર પરથી ફિલ્મ બનાવવી જોઈએ. આ વાતને નવ વર્ષ થયાં છે.’
આ વિશે જવાબ આપતાં ઈશાન રાંદેરિયાએ કહ્યું કે ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં એ પૂરું થશે અને આવતા વર્ષે તમને ‘ગુજ્જુભાઈ 3’ જોવા મળે એવી આશા અમે રાખી રહ્યા છીએ.’


