પંકજ કપૂરના બર્થ-ડે પર, મિડ-ડેના સિટ વિથ હિટલિસ્ટમાં શાહિદ કપૂરે તેના પિતા પંકજ કપૂરની કેટલીક મનોરંજક અને ગમતી યાદો શેર કરી હતી. શાહિદે એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે તેના પિતાએ તેની સૌથી યાદગાર ફિલ્મ, ‘જબ વી મેટ’નું ટાઇટલ સૂચવ્યું હતું, આ ફિલ્મમ શાહિદ સાથે કરીના કપૂર ખાન લીડ રોલમાં હતી. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી હતી. શાહિદે તેના પિતા પંકજ કપૂરની દિગ્દર્શિત ડેબ્યૂ ફિલ્મ ‘મૌસમ’માં કામ કરવાનો તેનો અનુભવ પણ શેર કર્યો છે અને ફિલ્મમાં શું ખોટું થયું છે તે બાબતે વાત કરી હતી.