`મૈં અટલ હૂં` ટ્રેલર લૉન્ચઃ અભિનેતા પંકજ ત્રિપાઠીએ 20 ડિસેમ્બરે તેમની આગામી ફિલ્મ `મૈં અટલ હૂં`નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું, જે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનની કથા રજૂ કરે છે. ટ્રેલર લોન્ચ દરમિયાન, તેમણે રાજકારણમાં તેમની રુચિ અને અટલ બિહારી વાજપેયીની બાયોપિક માટે કેવી રીતે તૈયારી કરી તે વિશે ખુલાસો કર્યો.












