કુમકુમની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી જુહી પરમાર ટેલિવિઝન પરથી સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. જુહી એક અભિનેત્રી, પુત્રી અને ટીવી સ્ટાર પણ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તે તેની 11 વર્ષની પુત્રી સમાયરાની મમ્મી છે. મધર્સ ડે પહેલા જૂહી પરમારે midday.comને આપેલા એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં તેણે તેના મધરહૂડના સફર વિશેની અનેક બાબતો જણાવીને તેના પર ચર્ચા કરી હતી. તેમ જ તેના સિંગલ પેરેન્ટ બનવાથી લઈને મમ્મી બન્યા બાદ જીવનમાં શું બદલાયું તે અંગે પણ જુહી પરમારે વિચારો વ્યક્ત કર્યા હતા.