Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > YRF સ્પાય યુનિવર્સમાં હવે આલિયા ભટ્ટની એન્ટ્રી, ફિલ્મનું ટાઇટલ થયું જાહેર

YRF સ્પાય યુનિવર્સમાં હવે આલિયા ભટ્ટની એન્ટ્રી, ફિલ્મનું ટાઇટલ થયું જાહેર

05 July, 2024 04:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

YRF spy universe Alpha: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ YRF સ્પાય યુનિવર્સમાં સુપર-એજન્ટના રોલમાં જોવા મળવાની છે.

`આલ્ફા` ફિલ્મની જાહેરાતનું પોસ્ટર

`આલ્ફા` ફિલ્મની જાહેરાતનું પોસ્ટર


બૉલિવૂડની સુપરસ્ટાર આલિયા ભટ્ટ અને ફિલ્મ મેકર આદિત્ય ચોપરાની યશ રાજ ફિલ્મ્સ (YRF) સ્પાય યુનિવર્સની પહેલી ફિમેલ લીડ ફિલ્મની (YRF spy universe Alpha) જાહેરાત કરવામાં આવી છે. વાયઆરએફની આ ફિલ્મમાં શો  બિઝનેસની ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ અને અને YRFની હોમગ્રોન ટેલેન્ટ શર્વરી વાઘ પણ લીડ રોલમાં જોવા મળવાની છે. આલિયા અને શર્વરી સ્પાય યુનિવર્સમાં સુપર-એજન્ટના રોલમાં જોવા મળશે અને આદિત્ય ચોપરા તેમને પોતાના ગ્રુપની અલ્ફા ગર્લ્સ તરીકે રજૂઆત કરવામાં તૈયાર થઈ રહી છે.


હાલમાં વાયઆરએફ, આલિયા અને શર્વરીની (YRF spy universe Alpha) આગામી ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું છે. ફિમેલ લીડવાળી આ ફિલ્મનું નામ ‘અલ્ફા’ રાખવામાં આવ્યું છે. ફિલ્મના નામ ‘આલ્ફા’ પરથી સમજાય છે કે ફિલ્મમાં આલિયા અને શર્વરી આ બન્ને અભિનેત્રીઓ મોટા પરદા પર ધમાલ મચાવશે. YRF દ્વારા “ફક્ત પુરુષો જ અલ્ફા હોઈ શકે” તેવા સમાજમાં રહેલા સ્ટીરિયોટાઇપન અને વિપ્રવર્તમાનમાં ચાલતા ગેરસમજને તોડવા માટે ફિમેલ લીડ સાથે ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




ફિલ્મનું ટાઇટલ જાહેર કરતી વખતે વીડિયોમાં આલિયા ભટ્ટ (YRF spy universe Alpha) કહેતા સંભળાઇ રહી છે કે, “ગ્રીક અલ્ફાબેટનો સૌથી પહેલો અક્ષર તે અમારા પ્રોગ્રામનો મોટે (હેતુ) છે. સૌથી પહેલા, સૌથી ઝડપી, સૌથી વીર. ધ્યાનથી જુએ તો દરેક શહેરમાં એક જંગલ છે અને તે જંગલમાં હંમેશા રાજ કરશે અલ્ફા!” આદિત્ય ચોપરાએ YRF સ્પાય યુનિવર્સની સૌથી પહેલી ફિમેલ લીડ ફિલ્મને ઍક્શનથી ભરપૂર બનાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કર્યા છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ સ્ટારર ફિલ્મ ‘અલ્ફા’ને શિવ રાવલ ડિરેક્ટ કરવાના છે. શિવ રાવલે આ પહેલા બ્લૉકબસ્ટર ગ્લોબલ સ્ટ્રીમિંગ સિરિઝ ‘દ રેલવે મેન’નું પણ ડિરેક્શન કર્યું હતું. ‘દ રેલવે મેન’ને પણ YRF દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી.

પ્રોડ્યુસર આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવેલી YRF સ્પાય યુનિવર્સ (YRF spy universe Alpha) આજે ભારતીય સિનેમામાં સૌથી મોટું લેબલ બની ગયું છે. YRF સ્પાય યુનિવર્સની ફિલ્મો ‘એક થા ટાઇગર,’ ‘ટાઇગર ઝિંદા હૈ,’ ‘વૉર,’ ‘પઠાણ,’ ‘ટાઇગર 3’ વગેરે દરેક ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આલિયા અને શરવરીની આગામી ફિલ્મ ‘અલ્ફા’ આદિત્ય ચોપરાની આગામી સમયની એક મોટી રજુઆત છે. આ સ્પાય યુનિવર્સમાં હાલમાં ‘વૉર 2’ ની શૂટિંગ શરૂ થઈ છે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને NTR જુનિયર લીડ રોલમાં જોવા મળવાના છે. આ ફેમસ બ્લૉકબસ્ટર ફિલ્મ બાદ વાયઆરએફ સ્પાય યુનિવર્સના ભવિષ્યમાં ‘પઠાણ 2’ અને તે બાદ ‘ટાઇગર vs પઠાણ’ આ ફિલ્મો ભવિષ્યમાં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK