Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ દુનિયામાં કોઈ વ્યક્તિ આવીને એવું કહી શકે નહીં કે મારી પાસે શ્રી રામની ભૂમિકા ભજવવા માટે તમામ ગુણો છે

આ દુનિયામાં કોઈ વ્યક્તિ આવીને એવું કહી શકે નહીં કે મારી પાસે શ્રી રામની ભૂમિકા ભજવવા માટે તમામ ગુણો છે

Published : 27 July, 2026 02:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાયણના ફંક્શનમાં ફિલ્મમાં રાવણ બનેલા યશે કર્યો રણબીર કપૂરનો બચાવ

યશ

યશ


રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ‘રામાયણ’માં સાઉથનો સુપરસ્ટાર યશ રાવણનો રોલ ભજવી રહ્યો છે. ગુરુવારે અમેરિકામાં યોજાયેલા સૅન ડીએગો કૉમિક-કૉન દરમ્યાન યશ, રણબીર કપૂર, દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા ફિલ્મના વિશેષ પૅનલ સેશનમાં હાજર રહ્યા હતા.
આ દરમ્યાન યશે ભગવાન શ્રી રામના પાત્રમાં રણબીરના અભિનયની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘આ દુનિયામાં કોઈ વ્યક્તિ આવીને એવું કહી શકે નહીં કે મારી પાસે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવા માટે તમામ ગુણો છે. રણબીરે પણ આ જ વાત સ્વીકારી હતી અને એ જ તેની નમ્રતા દર્શાવે છે. તે અદ્ભુત અભિનેતા છે. ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવું બિલકુલ સરળ નથી. તેણે આ પાત્ર માટે જે મહેનત કરી છે એ માટે મને તેના પ્રત્યે ઘણું માન છે. રણબીરે પોતાની ફિટનેસ પર ખૂબ મહેનત કરી છે. જ્યારે તમે ‘રામાયણ’ જોશો ત્યારે તમને સુંદર શ્રી રામ જોવા મળશે. તેણે આ પાત્ર માટે ખૂબ ત્યાગ કર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK