સુપરસ્ટાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે
શાહરુખ ખાન
સુપરસ્ટાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મનું અંદાજિત બજેટ આશરે ૪૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ દાવો સાચો સાબિત થાય તો આ ફિલ્મ ૪૦૦ કરોડ રૂપિયામાં બનેલી ‘જવાન’ અને ૩૫૦ કરોડ રૂપિયામાં બનેલી ‘પઠાન’ જેવી સુપરહિટ ફિલ્મોના બજેટને પણ પાછળ છોડી દેશે.
મળતી માહિતી પ્રમાણે ‘કિંગ’નું શૂટિંગ ૨૦૨૫ના મેમાં શરૂ થયું હતું અને ૨૦૨૬ના ઑગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. લગભગ ૧૫૦થી વધુ દિવસના શૂટિંગ દરમ્યાન ફિલ્મનાં અનેક દૃશ્યો વિવિધ આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફિલ્માવવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય સ્ટન્ટ-ટીમો દ્વારા તૈયાર કરાયેલી ભવ્ય ઍક્શન સીક્વન્સ જોવા મળશે. ઉપરાંત ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે જેનું કામ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ સંભાળી રહ્યું છે.
