કરીના કપૂર ખાન સાથે ‘જાને જાન’માં વિજય વર્મા દેખાવાનો છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

કરીના સાથે શૂટિંગ વખતે કેમ ડરી ગયો હતો વિજય વર્મા?
કરીના કપૂર ખાન સાથે ‘જાને જાન’માં વિજય વર્મા દેખાવાનો છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા કરીના ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે. ફિલ્મને સુજૉય ઘોષે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જયદીપ અહલાવત પણ જોવા મળશે. અગાઉ વિજય વર્મા અને જયદીપ અહલાવતની કરીના પ્રશંસા કરી ચૂકી છે. કરીના સાથેના રોમૅન્ટિક સીનને શૂટ કરતી વખતે કેવો અનુભવ રહ્યો એ વિશે વિજય વર્માએ કહ્યું કે ‘એક સીન છે, જેમાં તે મારી સામે ચોક્કસ અંદાજમાં જુએ છે અને ગીત ગાય છે. જેવો એ સીન આવ્યો એટલે મને પરસેવો વળવા માંડ્યો. તમે હૅન્ડલ ન કરી શકો. હું ખૂબ નર્વસ થઈ ગયો હતો. તે જ્યારે પર્ફોર્મ કરે છે ત્યારે ખૂબ સુંદર દેખાય છે. તેની પાસે જે અદા છે એ તે સારી રીતે જાણે છે.’