એના પર કમેન્ટ કરતાં સોશ્યલ મીડિયા યુઝરે દેવોલીના અને તેના હસબન્ડ વિશે પણ ચર્ચા કરી હતી. સાથે જ લખ્યું કે ગૂગલ ટ્રાન્સલેશન મુજબ લવ જિહાદ આને કહેવાય છે

ફાઇલ તસવીર
દેવોલીના ભટ્ટાચારજીએ તેના હસબન્ડ શાહનવાઝ શેખને ખરો ભારતીય મુસ્લિમ ગણાવ્યો છે. દેવોલીના ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહૂના રોલ માટે જાણીતી છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં શાહનવાઝ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી છે. તાજેતરમાં સાધ્વી પ્રાચીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, ‘હરિદ્વારમાં ‘ધ કેરલ સ્ટોરી’ યુવતીઓને મફત દેખાડવામાં આવી હતી.’
એના પર કમેન્ટ કરતાં સોશ્યલ મીડિયા યુઝરે દેવોલીના અને તેના હસબન્ડ વિશે પણ ચર્ચા કરી હતી. સાથે જ લખ્યું કે ગૂગલ ટ્રાન્સલેશન મુજબ લવ જિહાદ આને કહેવાય છે.
અન્ય યુઝરે લખ્યું કે ‘દેવોલીના ભટ્ટાચારજીને આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે બોલાવી કે નહીં. વિકીપીડિયા મુજબ તેણે પણ આ ફિલ્મમાં કામ કર્યું છે. તેના પતિનું નામ શાહનવાઝ શેખ છે.’
એ વ્યક્તિને જવાબ આપતાં ટ્વિટર પર દેવોલીના ભટ્ટાચારજીએ ટ્વીટ કર્યું હતું કે ‘ખાનસાહબ, મને બોલાવવાની જરૂર જ ન પડી, કેમ કે મેં અને મારા હસબન્ડે અગાઉ ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ જોઈ લીધી છે. અમને બન્નેને આ ફિલ્મ ઘણી ગમી છે. શું તમે સાચા ભારતીય મુસ્લિમનું નામ સાંભળ્યું છે? મારો પતિ પણ એમાંનો જ એક છે જે ખોટાને ખોટું કહેવાની તાકાત અને હિમ્મત રાખે છે.’