બાવન વર્ષની મલાઇકા અરોરાનું થોડા સમય પહેલાં તેનાથી ૧૨ વર્ષ નાના અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું હતું
હાલમાં મલાઇકા મુંબઈમાં સ્પૅનિશ સિંગર એન્રિકે ઇગ્લેસયસની કૉન્સર્ટમાં જોવા મળી હતી. આ કૉન્સર્ટમાં તેની સાથે એક યુવાન દેખાય છે
બાવન વર્ષની મલાઇકા અરોરાનું થોડા સમય પહેલાં તેનાથી ૧૨ વર્ષ નાના અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું હતું, પણ તેની લવ-લાઇફ ફરી ચર્ચામાં છે. હાલમાં મલાઇકા મુંબઈમાં સ્પૅનિશ સિંગર એન્રિકે ઇગ્લેસયસની કૉન્સર્ટમાં જોવા મળી હતી. આ કૉન્સર્ટમાં તેની સાથે એક યુવાન દેખાય છે અને એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયો જોઈને લોકો બન્ને વચ્ચે અફેર હોવાની અટકળ કરી રહ્યા છે અને માહિતી પ્રમાણે આ યુવક ૩૩ વર્ષનો હીરાનો વેપારી છે. જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો એવો પણ તર્ક લગાવી રહ્યા છે કે આ મિસ્ટરી મૅન મલાઇકાનો મૅનેજર હોઈ શકે છે.


