Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુનિયર એનટીઆરની યુદ્ધભૂમિ પર શું કામ રાહ જુએ છે હૃતિક રોશન?

જુનિયર એનટીઆરની યુદ્ધભૂમિ પર શું કામ રાહ જુએ છે હૃતિક રોશન?

21 May, 2023 05:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુનિયર એનટીઆરને બર્થ-ડે વિશ કરવાની સાથે હૃતિક રોશને ‘વૉર 2’ને લઈને પણ હિન્ટ આપી દીધી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


જુનિયર એનટીઆરને બર્થ-ડે વિશ કરવાની સાથે હૃતિક રોશને ‘વૉર 2’ને લઈને પણ હિન્ટ આપી દીધી છે. આ બન્ને ‘વૉર 2’માં દેખાવાના છે. આ ફિલ્મને આયાન મુખરજી ડિરેક્ટ કરવાનો છે. યશરાજ ફિલ્મ્સ ભવ્ય સ્પાય યુનિવર્સ બનાવી રહ્યો છે. જુનિયર એનટીઆરને બર્થ-ડે વિશ કરતાં ટ્વિટર પર હૃતિકે ટ્વીટ કર્યું હતું, ‘હૅપી બર્થ-ડે જુનિયર એનટીઆર. તારો દિવસ આનંદથી છલોછલ રહે અને આખું વર્ષ ઍક્શનથી ભરપૂર રહે. મારા ફ્રેન્ડ, યુદ્ધભૂમિ પર તારી રાહ જોઉં છું. તારા આવનારા દિવસોમાં તને અપાર ખુશીઓ અને શાંતિ મળે. જન્મદિવસ મુબારક મારા મિત્ર.’

હૃતિકને જવાબ આપતાં જુનિયર એનટીઆરે ટ્વીટ કર્યું હતું, ‘સર, તમારી લવલી શુભેચ્છા માટે આભાર. આજે હું આ દિવસને ખૂબ માણીશ. તમે પણ દિવસ ગણવાનું શરૂ કરી દો. તમારી રાહ કોણ જોઈ રહ્યું છે એ જાણીને આશા છે કે તમને ઊંઘ આવશે. યુદ્ધભૂમિમાં તમે એકદમ આરામથી સૂઈ જાઓ એવી મારી ઇચ્છા છે. જલદી મળીશું.’


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK