Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ડૉન 3’માં શાહરુખની જગ્યા લેશે હૃતિક?

‘ડૉન 3’માં શાહરુખની જગ્યા લેશે હૃતિક?

19 May, 2023 04:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિતેશ સિધવાણીએ હાલમાં જ કહ્યું છે કે તેનો પાર્ટનર ફરહાન અખ્તર ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે

હૃતિક રોશન

હૃતિક રોશન


શાહરુખ ખાન હવે ‘ડૉન 3’માં જોવા નહીં મળે એવી ચર્ચા છે. તેની જગ્યાએ હવે હૃતિક રોશન જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. રિતેશ સિધવાણીએ હાલમાં જ કહ્યું છે કે તેનો પાર્ટનર ફરહાન અખ્તર ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. જોકે આ વચ્ચે એવી ચર્ચા છે કે શાહરુખ આ ફિલ્મમાં કામ કરવા નથી માગતો. ‘પઠાન’ બાદ તે લાર્જર ધૅન લાઇફ કમર્શિયલ ફિલ્મોમાં જ કામ કરવા માગે છે એવી ચર્ચા ચાલી રહી છે. આથી તે હવે આ સિરીઝમાં કામ કરવા નથી માગતો. તેણે અને ફરહાને આ ફિલ્મને લઈને ઘણી વાર વાત કરી છે, પરંતુ શાહરુખે એમાં ઇન્ટરેસ્ટ નથી લીધો. આથી આ ફિલ્મ માટે હવે ફરહાન અને રિતેશ હૃતિકને લેવાની વાત કરી રહ્યા છે. ‘ડૉન 2’માં હૃતિક નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેમ જ હૃતિકે તેમની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હૃતિક બાદ આ ફિલ્મ માટે રણબીર કપૂર, શાહિદ કપૂર અને રાણા દગુબટ્ટી જેવા ઘણા ઍક્ટર્સ પણ નજરમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK