વિકી કૌશલ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’માં પહોંચ્યો હતો અને ત્યાં તેણે જણાવ્યું કે તેને કઈ વાતનો ડર લાગે છે.

વિકી કૌશલ અને માનુશી
વિકી કૌશલ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’માં પહોંચ્યો હતો અને ત્યાં તેણે જણાવ્યું કે તેને કઈ વાતનો ડર લાગે છે. આ શોમાં તેની સાથે માનુષી છિલ્લર પણ હાજર હતી. આ બન્ને તેમની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ને પ્રમોટ કરવા પહોંચ્યાં હતાં. આ પારિવારિક-કૉમેડી ફિલ્મ બાવીસ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. સોની પર શનિવારે અને રવિવારે રાતે આઠ વાગ્યે ટેલિકાસ્ટ થતા ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’માં અનિકેતના પર્ફોર્મન્સને જોઈને વિકી મંત્રમુગ્ધ થયો હતો. તેની પ્રશંસા કરતાં વિકી કૌશલે કહ્યું કે ‘પહેલા બીટથી છેલ્લા બીટ સુધી તું આ સ્ટેજ પર હીરો રહ્યો છે. તારા દરેક બીટમાં આકર્ષણ, ભવ્યતા, મજા અને મસ્તી જોવા મળી છે. સૉક્સ પહેરીને ડાન્સ કરવાનો મને અતિશય ડર લાગે છે. પાંચ મિનિટ પણ હું ન કરી શકું. એવામાં તું જ્યારે પર્ફોર્મ કરતો હતો તો મને લાગતું હતું કે ક્યાંક તું પડી જઈશ. હું કહી નહોતો શકતો કે આ તારા પર્ફોર્મન્સનો ભાગ હતો કે તું પછી ખરેખર લપસી જતો હતો. અનિકેત, તારું સ્માઇલ મનમોહક છે. હું નહોતો ચાહતો કે તારો ઍક્ટ પૂરો થાય. દરેક મોમેન્ટને મેં એન્જૉય કરી હતી. મને એવો એહસાસ થયો કે કોઈ યુવાન ગળાડૂબ પ્રેમમાં પડ્યો છે. ખરેખર અદ્ભુત હતું.’
તો બીજી તરફ અનિકેતથી ઇમ્પ્રેસ થઈને માનુષીએ તેની પાસે ઑટોગ્રાફ પણ માગ્યા હતા. તેની પ્રશંસા કરતાં માનુષીએ કહ્યું કે ‘અનિકેત, મને તારા પર્ફોર્મન્સની દરેક મૂવમેન્ટને જોવી ગમી હતી. આ કરવું સહેલું નથી, પરંતુ તેં ખૂબ સરસ રીતે એને પર્ફોર્મ કર્યું છે. આ સ્પર્ધામાં તું જે રીતે આગળ આવ્યો છે એ તારી ટૅલન્ટનો પુરાવો છે. સારો પર્ફોર્મન્સ એ છે જે દર્શકોને ઇમોશન્સનો એહસાસ કરાવે અને એ ઇમોશન મેં અનુભવ્યાં છે. તારું સ્માઇલ તો ખરેખર મોહક છે. મારું એવું માનવું છે કે તારા નસીબમાં સુપરસ્ટાર બનવાનું લખ્યું છે. કોઈ પૂછે એ પહેલાં જ હું તને કહેવા માગું છું કે શું તું મને ઑટોગ્રાફ આપીશ? હું તારી ફૅન છું.’