The Great Indian Family Trailer : વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા દિગ્દર્શિત વિકી કૌશલની ફિલ્મ `ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી` બૉલિવૂડની આગામી કોમેડી ફિલ્મ છે. તેનું ટ્રેલર લૉન્ચ થયું છે.

ફિલ્મ `ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી` પોસ્ટર
બૉલિવૂડ અભિનેતા વિકી કૌશલ `જરા હટકે જરા થઈ હ્યો છે. હાસ્યના ડોઝથી ભરપૂર તેની ફિલ્મ `ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી` થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં આવવ જઈ રહી છે. ફિલ્મની રાહ જોઈ રહેલા લોકોને આ મનોરંજનની ઝલક આપતા નિર્માતાઓએ ટ્રેલર (The Great Indian Family Trailer) રિલીઝ કર્યું છે.
વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા દિગ્દર્શિત ફિલ્મ `ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી` બૉલિવૂડની આગામી કોમેડી ફિલ્મ છે. વિકીએ ફિલ્મમાં લોકલ સિંગર ભજન કુમારની ભૂમિકા ભજવી છે. ટ્રેલર (The Great Indian Family Trailer)ની શરૂઆત જ વિકી કૌશલથી કરવામાં આવી છે. જે પોતાનો પરિચય આપતો જોવા મળે છે. વિકી કૌશલ કહે છે કે તે બલરામપુરનો રાજા છે. ફિલ્મની વાર્તા આ સ્થળની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ભજન કુમાર બનેલા વિકીને ગાવાનો શોખ છે અને પોતાના આ શોખને તે નાના-નાના પ્રસંગોમાં ભાગ લઈને જીવંત પણ રાખે છે, પરંતુ તે પોતાના વિચિત્ર પરિવારથી ખૂબ જ નારાજ છે.
ટ્રેલર (The Great Indian Family Trailer) પરથી ખ્યાલ આવે છે કે તેમનો પરિવાર પૂજા વગેરેનું આયોજન કરે છે. તેઓ ભજનનું પણ આયોજન કરે છે, જેમાં મોટાભાગે ભજન કુમાર એટલે કે વિકી કૌશલ ગાતો હોય છે. તે એક મજ્જાનો માણસ છે. જે ખુલ્લી કિતાબની જેમ પોતાનું જીવન જીવતો હોય છે. કોમેડીથી ભરપૂર આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે પંડિત વિક્કી તેની પ્રેમિકા માનુષીને મળે છે ત્યારે તેની ઈચ્છાઓ વધુ બદલાઈ જાય છે.
આ ફિલ્મ ક્યારે રિલીઝ થવા જઈ રહી છે?
થોડા દિવસો પહેલા જ ફિલ્મના નિર્માતાઓએ `કન્હૈયા ટ્વિટર પે આજા` આ ટ્રેક શેર કર્યો હતો. જેમાં વિકી કૌશલના અભિનય અને ગીતને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે આ વિકી કૌશલ અને માનુષીની જોડી જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જેઓ પ્રથમ વખત સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. હવે ટ્રેલર (The Great Indian Family Trailer) આવતા જ લોકોમાં આનંદ છવાયો છે. આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
વિકી કૌશલ કહે છે, “TGIF એ એક સરળ, નાના શહેરની સ્ટોરી છે જે તમારા હૃદયને સ્પર્શી જશે. ભારતના હાર્ટલેન્ડ પર સ્થાપિત આ એ અતૂટ બંધનની વાર્તા છે જે પરિવારના સભ્યો એકબીજા વચ્ચે રજૂ કરે છે. તે દર્શાવે છે કે સંજોગો કેવી રીતે તે સંબંધોનું પરીક્ષણ કરી શકે છે અને ભારતીય પરિવારના દરેક સભ્ય વચ્ચેનું ભાવનાત્મક બંધન ખરેખર કેટલું શક્તિશાળી છે.” તે આગળ ઉમેરે છે કે, “આપણા સંયુક્ત પરિવારો તેમના વ્યક્તિત્વને કારણે ખરેખર અનન્ય છે. જ્યારે આગળ વધવાનું મુશ્કેલ બને છે ત્યારે તેઓ એક બળ બની રહે છે. અને તેઓ તદ્દન નિષ્ક્રિય પણ બની શકે છે. TGIF એ અમારા બધા પરિવારોની આ ભાવનાની ઉજવણી છે. હું આશા રાખું છું કે દરેક વ્યક્તિ આ ભાવના સાથે જોડાશે અને 22મી સપ્ટેમ્બરે અમને ઘણો પ્રેમ આપશે.”
વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’માં પણ મનોજ પાહવા, કુમુદ મિશ્રા, સાદિયા સિદ્દીકી, અલકા અમીન, સૃષ્ટિ દીક્ષિત, ભુવન અરોરા, આશુતોષ ઉજ્જવલ, ભારતી પેરવાની જેવા તેજસ્વી કલાકારો છે.