તેની ક્રિતી સૅનન સાથેની ‘શહઝાદા’ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે

કાર્તિક આર્યન
સલમાન ખાન સાથે થયેલી વાતને યાદ કરતાં કાર્તિક આર્યનને તેણે જણાવ્યું હતું કે બધી ફિલ્મો ફ્લૉપ જતી હોય અને એવા સમયે જો મારી એક ફિલ્મ સફળ થાય તો એ ઇતિહાસ રચે છે. કાર્તિકની ‘ભૂલભુલૈયા 2’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી અને એ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. તેની ક્રિતી સૅનન સાથેની ‘શહઝાદા’ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. કાર્તિકે કહ્યું કે ‘હું સલમાન ખાનને સામાન્ય રીતે પાર્ટીઓમાં મળું છું. તેમણે મને કહ્યું કે ‘જ્યારે અન્ય ફિલ્મો સફળ થતી હોય અને એમાં તારી ફિલ્મ જો હિટ થાય તો એ કાંઈ મોટી વસ્તુ નથી, પરંતુ જો મોટા ભાગની ફિલ્મો ફ્લૉપ જતી હોય અને તારી ફિલ્મ હિટ થાય તો એ ઇતિહાસ રચે છે. તો મેં સલમાન સરને પૂછ્યું કે ‘આ પ્રશંસા છે કે પછી તમે મને ડરાવો છો?’ એનો જવાબ આપવાને બદલે તેમણે મને ગળે લગાવ્યો હતો. સલમાન સર હંમેશાં મને ચિડાવે છે.’