Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તામિલ રૉકર્સ’ શું કામ દેશની દરેક લૅન્ગ્વેજમાં ડબ થવી જોઈએ?

‘તામિલ રૉકર્સ’ શું કામ દેશની દરેક લૅન્ગ્વેજમાં ડબ થવી જોઈએ?

18 September, 2022 12:23 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

સોની લિવની આ વેબ-સિરીઝ જોયા પછી પાઇરસી ઇન્ડસ્ટ્રી અને એ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો કેવા હોય છે અને એનો ગોલ શું હોય છે એ બહુ ક્લિયરલી સમજાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઍન્ડ ઍકશન...

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


"કોઈ પણ કોમનમેનને વિચાર આવે કે ઓનલાઇન પાયરસી થતી ફિલ્મોમાંથી કેવી રીતે ઇન્કમ શક્ય બને અને જો ઇન્કમ ન હોય તો પછી શું કામ કોઈ પાયરસીનું રિસ્ક લે? આ સવાલનો જવાબ પણ ‘તામિલ રોકર્સ’માં આપવામાં આવ્યો છે."

એક ફિલ્મ છે ‘ગરુડા’. મોસ્ટ અવેઇટેડ કહેવાય એવી આ ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની છે અને હવે રિલીઝ થવાની છે. ઇન્ડસ્ટ્રીથી માંડીને ફૅન્સ સુધ્ધાં એ ફિલ્મની રિલીઝની રાહ જુએ છે અને એ બધાની સાથે પાઇરસી માર્કેટમાં પણ આ ફિલ્મની રાહ જોવાય છે. પહેલી વાર પાઇરસી માર્કેટ પણ એવું એલાન કરે છે કે થિયેટરમાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં એ લોકો આ ફિલ્મ પોતાની વેબસાઇટ પર રિલીઝ કરશે અને આ અનાઉન્સમેન્ટની સાથે જ ચેન્નઈમાં દેકારો મચી જાય છે. પાઇરસી માર્કેટવાળા તો એક ટીવી-શોરૂમની બહાર એલઈડી પર ટ્રેલર પણ મૂકી દે છે કે ‘ગરુડા’ તમને ઑફિશ્યલ રિલીઝના એક દિવસ પહેલાં તામિલ રૉકર્સની વેબસાઇટ પર જોવા મળશે. આ અનાઉન્સમેન્ટની સાથે જડબાતોડ પુરાવો પણ આપવો હોય એ રીતે વેબસાઇટ પર ફિલ્મની એક ફાઇટની સીક્વન્સ પણ અપલોડ કરી દેવામાં આવે છે. હવે પોલીસ ડિર્પામેન્ટ અને એ પછી સાઇબર સેલ ઑફિસ બન્ને પાઇરસી સામે મેદાનમાં ઊતરે છે તો પાઇરસી કરનારાઓ પણ પોતાના શબ્દોને સાચા પુરવાર કરવા માટે કામે લાગી જાય છે.



આ વનલાઇન છે સોની લિવ પર હમણાં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘તામિલ રૉકર્સ’ની અને આ જ વનલાઇન પર વેબ-શો આગળ વધે છે. આ વેબ-શો ઓરિજિનલી તામિલમાં છે અને ચેન્નઈના મોસ્ટ પૉપ્યુલર પ્રોડક્શન-હાઉસ એવીએમે એ બનાવ્યો છે. વેબ-શો જોયા પછી કહેવાનું મન થાય કે આ શો દેશની દરેકેદરેક ભાષામાં ડબ કરીને રિલીઝ કરવાની જરૂર છે અને એટલા માટે એની આવશ્યકતા છે જેથી લોકોને સમજાય કે પાઇરસીને શું કામ મહત્ત્વ ન આપવું જોઈએ, શું કામ એની સામે લડવું જોઈએ?
શોમાં એક ડાયલૉગ છે, ‘થિયેટર તો હવે ડાઇ-હાર્ડ ફૅન્સ, રિલેટિવ્સ અને ચિલઆઉટ કરીને દુનિયા સામે શો-ઑફ કરવા માગતા લોકો માટે રહી ગયા છે. બાકી બધા ફિલ્મ લૅપટૉપ, મોબાઇલ અને કાં તો પેનડ્રાઇવમાં લાવીને ટીવી પર જ જુએ જ છે.’


ફિલ્મ બનાવીને પ્રોડ્યુસર કેવી રીતે ખતમ થઈ જાય છે કે પછી એક પ્રોડ્યુસર કેવી રીતે ફાઇનૅન્સ આપનારને પણ પોતાની સાથે મારે છે એ પણ આ વેબ-શોમાં દેખાડવામાં આવે છે, તો એ પણ દેખાડવામાં આવે છે કે પાઇરસી કરનારાઓ કેવા હાઈ-ટેક છે અને એની સામે આપણું સાઇબર સેલ કેવું બિચારું અને લાચાર છે! આપણે ત્યાં એન્ટરટેઇનમેન્ટ નામે ફિલ્મો સિવાય કશું નથી અને આ જ કારણ છે કે આપણા દેશના મોટા ભાગના રીજનની ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે અને આ જ કારણ છે કે આપણે એ ઇન્ડસ્ટ્રીને સાચવી રાખવા માટે સજાગ થવાનું છે. સજાગ થવાની સાથોસાથ આપણે એ પણ નક્કી કરવાની જરૂર છે કે પાઇરસી માર્કેટને કોઈ કાળે પ્રોત્સાહન ન મળે.

એક સમયે સીડી અને ડીવીડીનું માર્કેટ બહુ મોટું હતું. આજે એ ખતમ થઈ ગયું છે તો હવે પાઇરસી ઑપરેટરોએ પોતાની દુનિયા પેનડ્રાઇવ અને ઑનલાઇન સેટ કર્યું છે. કોઈ પણ કૉમનમૅનને વિચાર આવે કે ઑનલાઇન પાઇરસી થતી ફિલ્મોમાંથી કેવી રીતે ઇન્કમ શક્ય બને અને જો ઇન્કમ ન હોય તો પછી શું કામ કોઈ પાઇરસીનું રિસ્ક લે? આ સવાલનો જવાબ પણ ‘તામિલ રૉકર્સ’માં આપવામાં આવ્યો છે. આજના સમયમાં પાઇરસી કરનારાઓ પણ આ પ્રકારના હોય છે. એક વર્ગ એવો છે જે પોતાના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ પૂરતો જ પાઇરસી કરે છે તો એક વર્ગ એવો છે કે તેને બસ, ટેક્નૉલૉજીનું આ નૉલેજ છે એટલે ટાઇમપાસ કરે છે. આ બન્ને વર્ગને પોતે શું કરે છે એની ગંભીરતા નથી. ત્રીજો વર્ગ પ્રોફેશનલ છે અને એ ઑનલાઇન ઍડ્સમાંથી દરરોજની હજારો ડૉલરની ઇન્કમ ઊભી કરે છે. પાઇરસી માર્કેટમાં કેવી રીતે યુથ એન્ટર થઈ જાય અને કેવી રીતે એ પણ આ આખી ગેમમાં ફસાઈ જાય છે એ વાતને પણ અહીં દેખાડવામાં આવી છે.


આજે દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એ પાઇરસી છે, હા, કોરોના પણ નહીં. જો પાઇરસીને અટકાવવામાં નહીં આવે તો એ કોરોનાથી પણ વધારે ખતરનાક રીતે આખી ઇન્ડસ્ટ્રીને ખતમ કરી નાખશે અને એવું બને નહીં એ માટે પણ ‘તામિલ રૉકર્સ’ને જેટલી મૅક્સિમમ ભાષામાં ડબ થઈ શકે એટલી તાત્કાલિક કરવી જોઈએ, કારણ કે આ માત્ર વેબ-શો નથી, આ એક એવો શો છે જે એ દિશામાં જાગૃતિ લાવે છે અને જેને માટે જહેમત ગવર્નમેન્ટ બૉડીએ કરવાની હોય છે. સૌથી સુખદ વાત કહું, આ વેબ-શોમાં એક પણ વલ્ગર સીન કે ગાળ નથી. ના, એક પણ નહીં.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2022 12:23 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK