આ ઇવેન્ટમાં હૃતિક રોશન, જુનિયર NTR અને ડિરેક્ટર અયાન મુખરજીએ હાજરી આપી
હૃતિક રોશન અને જુનિયર NTR
હૃતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ ‘વૉર 2’ની રિલીઝ પહેલાં રવિવારે હૈદરાબાદમાં ભવ્ય પ્રી-રિલીઝ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં હૃતિક રોશન, જુનિયર NTR અને ડિરેક્ટર અયાન મુખરજીએ હાજરી આપી અને એમાં હજારો ચાહકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં જુનિયર NTRના ફૅન્સે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ફૅન્સે ઇવેન્ટ પહેલાં ‘વૉર 2’ના વિશાળ કટઆઉટ પોસ્ટરને ખૂબ ફૂલના મોટા હારથી શણગાર્યું હતું અને આ કટઆઉટને વિશાળ હાર પહેરાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બૉબી દેઓલનો પણ કૅમિયો છે વૉર 2માં?
ADVERTISEMENT
૧૪ ઑગસ્ટે રિલીઝ થનારી ઍક્શન ડ્રામા ફિલ્મ ‘વૉર 2’માં હૃતિક રોશન અને જુનિયર NTR લીડ રોલમાં જોવા મળશે. અયાન મુખરજીના ડિરેક્શનમાં બનેલી આ સ્પાય ઍક્શન ફિલ્મમાં કિઆરા અડવાણી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં બૉબી દેઓલ પણ એક ખાસ કૅમિયોમાં જોવા મળશે અને આ પાત્ર ફિલ્મના એન્ડમાં જોવા મળશે. આના પરથી એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે કે બૉબી ભવિષ્યમાં યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળી શકે છે.


