અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજને મળવા ગયાં હતાં. આ મુલાકાતના વિડિયો અને ફોટો વાઇરલ થઈ રહ્યા છે. એ દરમ્યાન અનુષ્કા અને વિરાટની ગાડીમાં રાખેલી પાણીની બૉટલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
અનુષ્કા અને વિરાટની ગાડીમાં રાખેલી પાણીની બૉટલ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજને મળવા ગયાં હતાં. આ મુલાકાતના વિડિયો અને ફોટો વાઇરલ થઈ રહ્યા છે. એ દરમ્યાન અનુષ્કા અને વિરાટની ગાડીમાં રાખેલી પાણીની બૉટલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને સોશ્યલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર વિરાટ અને અનુષ્કા જે પાણી પીએ છે એની કિંમત લીટરદીઠ ૪૦૦૦ રૂપિયા છે. વિરુષ્કા આલ્કલાઇન વૉટર પીએ છે, જેનું pH-લેવલ સામાન્ય પાણીની સરખામણીએ ઘણું ઊંચું હોય છે. આ વિશેષ પાણી ઍસિડને ન્યુટ્રલાઇઝ કરે છે, મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને પાચનમાં ફાયદાકારક હોય છે. વિરાટનું આ મિનરલથી ભરપૂર પાણી ફ્રાન્સથી આવે છે. એ સિવાય વિરાટ કોહલી ક્યારેક સ્પેશ્યલ બ્લૅક વૉટર પણ પીએ છે.


